ચકી બેન – Chaki Ben


શું અમદાવાદ માં ચકલી જોવા મળી શકે ? કે પછી અમદાવાદ માંથી ચકલી ગુમ થઇ ગઈ ? આવા વિચારો આવા પાછળ નું કારણ એજ છે કે બહુ દિવસો થી ચકલી જોવાજ નથી મળતી 😦 , આજે થયું કે ચાલો ચકલી બેન ને શોધવા નીકળું, તો ઉપડી ગયો. બહુ ઝાડ ફેદીયા બહુ જગ્યા ફરીયો પણ કોઈ જગ્યા એ અમારી ચકી એતો દર્શન ના આપ્યા. થોડીવાર વિસામો લેવા બેઠો પાણી પીતા પીતા અચાનક યાદ આવ્યું કે એવી જગ્યા એ જગ્યા એ મળી સકે તો હું એવી જગ્યા શોધવા લાગ્યા કેવી જગ્યા કહું ? કે જ્યાં બહુ ગંદકી હોય કીડા એટલે કે માંખી ના બચ્ચા કચરામાં ફરતા હોય એવી જગ્યા મળી પણ ત્યાં કોઈ ચકલી હતી જ નહિ પણ મને હતું કે જરૃર અહી આવસેજ તો રાહ જોવા લાગ્યો camera તૈયાર કરી ને. જેને પણ બનાવી હોય આ કહેવતો પણ આજે સાચી લાગવા લાગી કે “ધીરજ ના ફળ મીઠાં” ઓં ચકલી!! ના આતો ચકલો છે વાહ આખરે જોવા મળી ખરી તો મેં ફોટા ખેચીયા. થોડીવાર રાહ જોઈ તો મારી ખુસી વધવા લાગી ચકલી ની જોડી !!! એકદમ સુંદર બહુ વર્ષો પછી કોઈ છુટા પડી ગયેલા દોસ્તો મળે એ આનંદ થવા લાગ્યો, બસ જોયા જ કરું અવાજ “ચી ચી” સાંભળીય જ કરું.

IMG_20160320_102916543
થોડા ના થોડો વધુ વર્ષો પહેલા બચપણ માં અમારા ઘરની બારી ની બખોલ મજ એ માળો બનાવતી હતી, અખો દિવસ ચી ચી થયા કરે, અલગ અલગ ઝાડ ની ડાળિયો લાવ્યા કરે અને માળો બનાવે જોવામાં એકદમ સાદો જેવો માળો બને પછી અમે રાહ જોઈએ કે અંદર થી ક્યારે નાના નાના બચ્ચોના “ચી ચી” નો અવાજ  આવે, ચકી બેન ઘરે ના હોય તો એ સમય એ table ઉપર જડીને માળા માં જોયે કે આ વખતે કેટલા બચ્ચા છે. અંદર જોવો તો પીળા રંગ ની ચાંચ વાડી નાની ચકી બુમો પડતી હોય તો “મને ભૂખ લાગલી મને ખાયલા દે”, જોતજોતા માં તો નાની નાની ચકી ઉડવાની શીખતી જોવા મળે, ક્યારે ચકી બેન નાના બચ્ચા ને થોડું ઉડતા આવડે એટલે તે મૂકી ને જતી રહે તો અમે બધા દોસ્તો એ બચ્ચા ને અમારી પાસે રાખતા, મારા કાકા એ મસ્ત નાનું ઘર બનાવી આપ્યું હતું એમાં રાખતા થોડા દિવસ ખવડાવીએ અને રોજ ઉડતા શીખવીએ પણ યાર આ નાના બચ્ચા ની ચાંચ હોય નાની પણ વાગે હો ! એ દિવસો હતા અને અત્યારે માળા તો દુર ની વાત જોવા માટે પણ એને શોધવી પડે છે 😦 .

Chaki Ben

એમાં બધોજ એનો વાંક છે, આપને કસુજ નથી કર્યું, એને અનુકુલન સાંધવું જોઈએ, ભલે અમે radiation ફેલાવીએ કેમ કે આ પૃથ્વી તો ખાલી અને ખાલી અમારીજ છે અમે તો અમને ગમે એ કરવાના ચકી madam તું અનુકુલન કર, ડાર્વિન એ કીધું તને લાગે યાદ નથી. તે આટલા હજારો વર્ષો થી આ પૃથ્વી પણ જે મહેનત કરી અને ટકી રહી એ અમે નથી જોવાના, ચકી તને યાદ ના હોય તો કહી દવ કે તારા નજીક ના દોસ્તો Passenger pigeon તેવો ની સંખ્યા તો ગણાય નહિ એટલી હતી એ લોકો જયારે આકાશ માંથી જતા હોય તો સુરજ ના કિરણો કલાકો હા કલાકો ના કલાકો જોવાના મળે એટલા મોટા ઝુંડ હતા પણ અમે એ લોકો ને પણ એકદમ સાફ કરી દીધા તો તારી શું હિંમત કે અમારી સામે ટકી સકે.

તુજ કે ચકી તું હોય કે ના હોય અમને તારાથી શું ફાયદો થવાનો ? બોલ તારી પાસે કોઈ ફાયદાકારક વસ્તુ અમને આપવા માટે હોય તો બોલ તારા વિશે અમે વિચારીએ, બાકી અમારો mobile tower બહુ ઓછું radiation ફેલાવે છે એવું ખોટું કહેવાના અમને તો સારો ફાયદો કરાવે છે તારી પાસે છે કશું આપવા માટે તો બોલ અમે વિચારીએ? અમારી પ્રજાતિમાં તો એવી પણ વાતો ફેલાઈ છે કે ચકલી ને મારી ને એની ચટણી બનાવી ખાવા થી યૌન શક્તિ(પુરુષ તાકાત) વધે, યાર ચકી બેન કહેતા નથી તમારી પાસે આવી શક્તિ પણ છે જોરદાર. હા હું માનું છું કે ગાંડા ના ગામ ના હોય પણ અમારી પ્રજાતિ પોતાની જાતને મને છે આહારજાળ ના રાજા.
છેલ્લે હું તો એટલુજ કહું છું સંભાળી ને રહેજે જેથી અમારા બાળકો ને પણ ચકી બેન તને જોવાનો મોકો મળે, બાકી એમને તો પ્રાણીસંગ્રહાલય કે પછી એમાં પણ જોવા ની મળે. #Mariduniya #Marirakhadpatti #chakiben

Advertisements

Hu bhavik no Nokia 1100-હું ભાવિક નો Nokia ૧૧૦૦


Bhavik no Nokia 1100

Bhavik no Nokia 1100

હું ભાવિકનો Nokia ૧૧૦૦ થોડી તમારી ક્ષણો લઈ  મારી સરસ યાદોને તમારી સાથે તાજી કરવા માંગું છું, મને ઝાઝું યાદતો નથી કે મારી જરૂર કેમ પડી  પણ હોસ્ટેલમાં તે બીજે માળ રહેતો હતો અને જયારે પણ એની મમ્મીનો ફોન આવતો તો તેને નીચે ઉતારવામાં અને બોલાવવામાજ ખાસો સમય વહી જતો, તે સમયે મમ્મીએ તેના ભેગા કરેલા રૂપિયા આપી મને મંગાવેલો, ત્યારથી મારો અને ભાવિકનો સાથ બંધાઈ ગયો હતો

મને આજે પણ તે સમય યાદ છે જયારે હું નવો નવો હતો અને તે બહુ ખુસ થઇ ગયેલો ફોન જોઈ ને, નવી નવી Tones  માગી તેની ચોપડી પણ બનાવી બધા દોસ્તો ને આપી પણ હતી, ભલે આ સમય ને પસાર થાય ૭ વર્ષ થયા હોય મને તો હમણાનીજ વાત લાગે છે.
ભાવિકના દરેક પલની સાક્ષીમાં હું રહ્યોજ છું, એ કોઈને હેરાન કરી મસ્તી કરતો હોય, તેના પરિણામની ખુશી સાથેની બુમો મેં પણ મહેસુસ કરી છે,જયારે જયારે કોઈ એને ગંદી ખબર આપી દુખી કરતા ત્યારે તેની સાથે મેં પણ દુખ અનુભવેલું, તેના ગીતો, શાયરીઓ હાલ પણ યાદ આવી જાય છે પણ શું થાય 😦 મારા નસીબમાં હવે તે લાખીયું નથી મારા માટે તે હવે ભૂતકાળ થઇ ગયું, મારે તે ભૂતકાળ ફરી જીવવાની ઈચ્છા થાય છે.
મારા માટે તે સમય પણ બહુજ ખરાબ હતો જયારે મેં તેની આંખ માં બેવાર મારા ખોવાનો ડર જોયો હતો, પહેલીવાર જયારે તે હોસ્ટલેની અગાસીમાં ઉભો હતો તેના એક હાથમાં હું હતો નાલાયક કલાલ અચાનક આવી ધક્કો માર્યોતો હું નીચે પણ નીચે પડતા પડતા મારી નજરે મેં એમની આંખો નિહાળી હતી તેમાં સાફ દેખાતું હતું કે તેમનો જીવ તાવડે ચોંટી ગયો હતો, સદનસીબે હું બચી ગયો મને બહુ મોટું નુકશાન નહતું થયું, આ બનાવ પછી એમને મારી ખાસ દેખભાળ રાખવા લાગ્યા હતા જેમકે એક દોરી લાવેલા એનાથી મને બાંધી રાખતા તે પાછી કેવી! તમેને યાદ હસેજ landlineના wire હોયને તેવી તો દોરી લાવેલો ક્યાંક થી, એના કારણે તો બધાજ મને બહુ ખીજવતા કે એ landline લઈને ક્યાં ફરે છે, કેવું ગંદુ લાગતું.
બીજો કિસ્સો પણ મને બહુજવાર સાંભળવા મળ્યો છે કે હું એકવાર ખોવાઈ ગયો હતો તે, એ બસમાં બેઠા હતા ત્યારે કોઈનો call આવીયો તે થોડીવાર તેનું ધ્યાન જતું રહ્યું હતું તેવું લાગતું કોઈ વિચારમાં ગુમ થઇ ગયો હતો, મને ખિસ્સામાં પણ બરાબર ના મુકયો, થોડીજવાર પછી હું નીચે પડી ગયો પરંતુ તેમનું ધ્યાન બીજી ક્યાંક હતું અને ઉતારી પણ ગયા હું ત્યાજ રહી ગયો,પછી ખાસો સમય ગયો ત્યારે સીધો એમનો દુખી અવાજ સાંભળવા મળ્યો, હું તે સ્ત્રી નો ખુબ આભારી છું જેને મને મારા માલિકરૂપી  દોસ્તને પાછો આપી અમારો સાથ ફરી જોડવી દીધો, વચ્ચે ના સમયગાળામાં મને કેવી રીતે લેવા આવિયા એમાં એવું થયું કે તે જેવા નીચે ઉતારીયા થોડીવાર પછી અમેનો હાથ ખિસ્સા તરફ ગયો પણ તે ખાલી હતું, તે બસ પાછળ દોડિયા પણ તે ખાસી આગળ જતી રહી હતી, એ બીજી busમાં ચડી ગયા તે થોડી સિવિલ સુધી લઇ ગઈ ત્યાંથી એક રિક્ષાવાળો જોઈ ગયો તેને દોડતા અને તે બોલ્યો ચાલો બેસી જાવ હું ત્યાં પહોંચાડીશ પણ તમે સમજીને મને આપી દેજો, જોરદાર રિક્ષા ચલાવી અને filmy ઢબે બસની આગળ ઉભી રાખી દીધી મને તેમનો ગરીબ અવાજ સંભળાયો “મહેરબાની કરીને મારો mobile મલ્યો હોય તો આપી દોને”
હવે મને અને બીજાને પણ મારી ઉંમર દેખાવા લાગી હતી, થોડાજ મહિના પહેલા હું ખાસો બીમાર પડી ગયો હતો ત્યારે મને દવાખાને લઇ ગયેલા ખબર પડી કે મારા શરીર ની શક્તિ આપતું મારું અંગ (bettary ) જ બગડી ગઈ હતી, એમને એ અંગ જ નવું ખરીદી લીધું અને હું મસ્ત કામ કરતો થઇ ગયો, પરંતુ થાય શું!! શરીર સાથ આપતો  નહતું થોડાજ સમયમાં ફરી હું બીમાર પડયો આ વખતે અવાજ અને સાંભળવાની તકલીફ પડતી હતી, એમને ફરી મને સારો કર્યો પણ ઘરડા વ્યક્તિ ને લોકો કેટલું સાંચવે???
આતો મારી તરફ એમને ખુબજ લાગણી બંધાઈ ગઈ હતી એટલે મને છોડી નહતા શકતા, છેલ્લે તે સમય પણ આવીજ  ગયો હવે તો હું કામ કરતો જ બંધ થવા લાગ્યો હતો, એમને હિંમત હારી મારી જગ્યા પૂરવા બીજા ને લઈ આવ્યા હું પણ માનુંજ છું કે આતો થવાનુજ હતું, પણ હવે મારું આખું જીવન મસ્ત પસાર થયું પછી આવો અંત જોતા મારું દિલ કંપે છે, હું હાલ કોઈ અંધારી જગ્યા એ પડ્યો છું, અમુકવાર ભાવિક આવી મને હાથમાં પકડી જુના દિવસો યાદ કરી અને થોડીજવારમાં પાછો મૂકી દે છે, શું થાય, હું અહી મારવાની આશ લઇ ને હજુ પણ જીવી રહ્યો છું…
                                                                                          –ભાવિક નો Nokia ૧૧૦૦

Mari Nani Bahen meri chhoti bahen (My little sister)-mari duniya,mariduniya-મારી દુનિયા


                     Mari nani bahenMy little sister
પ્રિય મારી નાની બહેન

લોકો ને gift (mari duniya,mariduniya,મારી દુનિયા)શું આપવી તે વિચારવું બધાજ માટે હંમેશ કઠીન હોય છે,અને gift ની કિંમત પર ક્યારેય નહિ જવાનું, હું તો એમ માનું છું કે જે વસ્તુમાં આપણે આપણો સમય પુરાવીયો હોય તે જો નાની હોય તો પણ અમુલ્ય બનીજ જાય છે કે, કેમ કે સમય પોતે બહુ અમુલ્ય હોય છે, તારા જન્મદિવસે આ વખતે શું આપવું તે વિચારમાં હું પણ થોડો સમય ફસાયો હતો પછી એક વિચાર આવીયો કે આપણી બાળપણ ની મસ્તી, મજાક અને સુખ દુઃખ ની દરેક તો નહિ પણ હાલ થોડી ક્ષણો ને એક જગ્યા પર ભેગી કરવાનો પ્રયત્ન કરું છું.

પપ્પા ઓફીસ થી આવતા દરરોજ નાસ્તો લાવતાજ યાદ છે ને ?? તને યાદ કરાવું છું કેમ કે ત્યારે તો તું ૫-૬ વર્ષ ની હતી, હવે કઠીન સમય ચાલુ થાય, કોનો ?? જે નાસ્તા ના બે ભાગ પાડે તેનો, કેવો પણ ભાગ પડે કોઈ ને તો અસંતોષ હોયજ તે સ્વાભાવિક છે તેમાં પણ અનેરો આનંદ સંતાયેલો હતો તે અત્યારે ખબર પડે છે, આપણા ઘરે પણ એવુજ થતું,એક દિવસ હું તો બીજા દિવસે તું મોઢું ફુલાવી ને બેસી જતા, પછી મમ્મી કહેતી થોડું આપી દેને બેટા તું તો મારો કે મારી સમજુ, આવું કોઈ દિવસ હોય તો ઠીક છે પણ રોજરોજ તો કોઈ પણ કંટાળે અને પપ્પા પણ કંટાળી ને નાસ્તોજ બંધ કરી દીધો હતો, કેહતા કે હું તમને પૈસા આપી દૈસ તમે જાતે લઇ આવજો.પપ્પા ને કહેજે ફરી નાસ્તો ચાલુ કરે હવે અમે નથી લડીએ, હવે તું વધુંલે ને , તે કેમ ઓછું લીધું તેવા શબ્દો આવશે, તારે નાસ્તો કરવો ને ?

જેના પણ ઘરે નાની બહેન હોય અને જો તમે તેને હેરાન કરતા હોય તો તેના “નખ નો સ્વાદ” જરૂર ચાખવા માલીયોજ હોય, હા હવે મેં તો તારા નખ નો સ્વાદ બહુ ચાખેલો, કેટલા ખતરનાક રીતે નખ મારતી હતી હજુ પણ અમુકવાર મરેજ છે. ચલ એક યાદ ફરી તાજી કરીએ. મેં તને કઈ રીતે હેરાન કરેલી તેતો યાદ નથી પણ તે મને જોરદાર નખ મરેલા વો ઘાવ તો મેં અભી નહિ ભૂલા, ત્યારે મેં તને કીધું હતું, જોજે સવારે તારા નખ “ગીલી ગીલી છુમંતર”કરી નાખીસ, સવારે મેં તારા થોડા નખ, માફ કરે થોડા નહી ઘણા બધા નખ કાપી નાખેલા, અને પછી તારો જે ગુસ્સો હતો , હું એકદમ ચુપ, મારી બોલાતીજ બંધ થઇ ગયેલી, મારી પાસે સ્વબચાવ ના શબ્દો જ ખૂટી પડેલા પણ મને મજા બહુ આવેલી હાસ ચાલો હવે થોડા દિવસ માટે પીડાથી તો બચીયા(mari duniya,mariduniya,મારી દુનિયા).

આપણા જીવન માં અમુક ક્ષણો છે જો તે આવીજ ના હોત તો ખબર નહિ આપણે ઘણું શીખવામાં પાછળ રહીજ જાત, ખબર પડી પાગલ હું કઈ ક્ષણો ની વાત કરું છું ?? ચાલો તો તે દિવસો ને પણ ફરી યાદ કરીએ, તે સમય એ કઈ વાત ની ઝગડો હતો તેતો ખબર નથી મેંજ તને હેરાન કરી હશે તેતો પાકું, પણ તે કીધું કે તું મને બહુ હેરાન કરે છે હું તારી સાથે નહિ બોલું, અને તે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું, મને તો એમજ કે આવું તો રોજ મસ્તી થાય છે તે પછી પાછા ભેગા પણ થઇ જઈએ છીએ પણ આવખતે એવું ના થયું, હું તો વિચારમાં પડી ગયો હું રોજ પ્રયત્ન કરતો પણ તું બોલતીજ નહિ , એમ કરતા કરતા ઘણા દિવસો પસાર થઇ ગયા, મને તો તારી સાથે મસ્તી વગર ચાલતુજ નહિ, તારા વગર મારી મસ્તી મારામારી ગુમ થઇ ગયેલી..
એવામાં “બા બહુ બેબી” સીરીયલ માં સુબોધ અને પ્રવીણ વચ્ચે ઝગડો થયો તે ભાગ આવેલો, તે બંને ને જેમ ભાવુક થતા જોવું તે ૧ કલાક મુશ્કેલ થી પસાર થતો, અમુકવાર તો એવું થતું કે સામે જવું અને બોલું “મારી બેન આ મારા હાથ માં મહેરબાની કરી ને નખ મારને અત્યારે તેની પણ બહુજ યાદ આવે છે”, પણ આપણે જે વિચારીએ એવું થોડી થાય છે, પ્રભુ એ અમને શીખવાડવું હશે કે વિયોગ પછી જે યોગ આવે તે કેવો અદભુત હોય, એટલેજ કહેવાતું હશેકે સંસાર માં થોડા મીઠા ઝગડા થવાજ જોઈએ પણ યાદ રાખવું તે મીઠા અને બહુજ ટૂંકા સમય માટે હોવા જોઈયે

જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ ફરી તું બોલવા લાગી, જયારે પણ આપણા પોતાના પર કોઈ આફત આવી ચડે ત્યારે મોટા ભાગે દરેક લોકો બધુજ ભૂલી દુઃખ માં સાથ આપવાનું ચુકતા નથી બસ તેજ સમય થી મારી દુનિયા મને ફરી મળી ગયેલી, બહુ ઓછા છે જે મને થોડો સમજે છે તેમાં તારો અચૂક અને અવિભાજ્ય સમાવેશ થાયજ.
હવે જો હું વધુ લખીસ તો પછી તું થાકી જવાની વાંચતા વાંચતા, પ્રભુ ને એવીજ પ્રાથના કરું છું કે દરેક ભવ માં તારા જેવી નથી તુજ મારી બહેન બને, જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ, મારી નાની બહેન પ્રભુ ને પ્રાથના કે તારી દિલ ની દરેક ઈચ્છો પૂરી થઇ જાય તેના સાથે વિરમું છું.
-ભાવિક એન. દત્ત

AA PAN MARU AMDAVAD, KE AAPNU AMDAVAD ??-mariduniya-મારી દુનિયા-mariduniya


ahmedabad amts bheed bhad

Ahmedabad AMS Bheed Bhad

“આ પણ મારું અમદાવાદ કે આપણું અમદાવાદ “

દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ આપણા અમદાવાદ ની પણ બે બાજુ હોવી સ્વાભાવિક છે (mariduniya-મારી દુનિયા-mariduniya).
મારું અમદાવાદ ભાગ-૧ (aapnu amdavad)માં અમદાવાદ વિશે સારી વાતો લખી પણ મારા અમુક દોસ્તો કહે છે કે હું અમદાવાદ નો છું એટલે તેની હમેશા પ્રશંસા જ કરું છું, એવું નથી દોસ્તો હું પણ જાણું છું, તો આજે વાત કરીએ અમદાવાદની બીજી બાજુ ની.
=>AMTS માં તો ખાસા લોકો આવનજાવન કરે છે, પણ તેમને સમયસર ઓફીસ માં પોહ્ચવા ૧ કલાક વહેલા નીકળવું પડે છે, કેમ ?? bus તેની મરજીની માલિક છે.
=>અમદાવાદ (apana amdavad)માં પ્રદૂષણ વધી રહ્યું છે તે અટકવા “વૃક્ષા રોપણ ” જેવા કાર્યક્રમો થાય છે, પણ પછી શું ??  વૃક્ષા રોપણ કરી દીધું એટલે  કામ પતી ગયું?? થોડાજ દિવસોમાં તે વૃક્ષો ની હાલત એટલી ખરાબ થઇ ગઈ હોય છે કે તેને ઢોરો પણ ખોરાક બનાવી શકતા નથી(mariduniya-મારી દુનિયા-mariduniya).
ahmedabad_cow_in_the_road

Traffic creator

=>ઢોરોની વાત નીકાળીજ છે તો ટ્રાફિક ની સમસ્યા દુર કરવા ધણા પ્રયત્નો થાય છે પરંતુ આ ઢોરો નું કશુજ થતું નથી તે ટ્રાફિક માં તેમનો ભાગ ભજવેજ છે, શું થાય આ પણ મારું જ અમદાવાદ છે.
=>અમદાવાદ નું ઈતિહાસ માં સારું એવું નામ છે પરંતુ તેની માવજત ?? ભગવાન ભરોસે ચાલે છે, અમુક ને તો વિસરી જવાઈ છે, ઉ.દા દાંડીયાત્રા વિષે બધા જાણતાજ હશે પણ અત્યારે તેજ દંડીપુલ ની કેવી હાલત છે તે નજરે નિહાળો તો ખબર પડે. શું થાય ભાઈ આ પણ અમદાવાદ (aapnu amdavad)જ છે.
=>અમારા ત્યાં જયારે નવું બસ સ્ટેન્ડ બનાવેલું ત્યારે તેમાં રેડીઓ મિર્ચી મુકેલું કેટલું સરસ મનોરંજ પીરસાતું હતું પણ અમુક અસામાજિક તત્વો ને તે પસંદ ના પડયું અને ચોરી કરી લઈગયા.
chain ચોરો નું તો અમદાવાદ છેલ્લા કેટલાય વર્ષો થી ઘર બની ગયું છે, તેમને તો બિન્દાસ જલસા પડી ગયા છે અહી.
save-girl-child

save-girl-child

=>મેગા સીટી કહેવયા છે, લોકો પણ ભણેલા ગણેલા હોય એવું મનાય છે પણ તેમના વિચારો માતો આવું દેખાતું નથી,સ્ત્રીભ્રુણ હત્યા ની વાત કરું છું, હજુ પણ છોકરી જાત પ્રત્યે અણગમો દેખાય આવે છે જયારે માહિતી મળે કે અમદાવાદ માં સ્ત્રીઓં નું પ્રમાણ નાના શહેર કરતા પણ પણ ઓછું છે.
કહેવાય છે કે સ્ત્રીઓ પુરુષ સમોવડી થઇ ગઈ છે પણ અમદાવાદ માં તે પોતાનો હક માંગવામાં પણ પાછળ છે જેમ કે AMTS માં તેમના માટે seat આરક્ષિત હોય છે તો પણ  મેં ક્યારે જોયું નથી કે તેઓ હક થી પોતાની જગ્યા માંગે.
દોસ્તો હું તમને કોઈ સલાહ નથી આપવાનો પણ આજે હું તેવા દરેક દોસ્તો ને આભાર પ્રગટ કરું છું જે આ તકલીફો ને દુર કરવા તેમનાથી થાય એટલું કરી છૂટે છે.
=>જેમ કે અમુક મિત્રો પોતાની society માં AMC ની વીજળી ના થાંભલા બંધ હોય તો બધા ની જેમ બુમો પડવાને બદલે જાતેજ તે થાંભલાનો નંબર લઇ અરજી કરી ફરી ચાલુ કરાવે છે.
રસ્તામાં ગટર ઉભરાઈ હોય તો કોઈ બીજો અરજી કરે તેની રાહ નથી જોતા પોતાની ફરજ સમજી તે કામ જાતે કરે છે.
હું એવા દરેક મિત્રો ને સલામ કરું છું જે પોતાની પત્ની ને એવું કહેવાની હિંમત કરી સકે છે કે આપને ૨ બાળકો કરીશું અને જો પહેલી છોકરી હશે તો પણ બીજી વખતે આપણે ભ્રુણ પરીક્ષણ નહિજ કરાવીએ.
અમુક દોસ્તો વૃક્ષારોપણ માં ભાગ તો નથી લઇ સકતા પણ પોતાના ઘરે કે society માં એક વૃક્ષ વાવી તેની સારી માવજત લે છે તે દરેક ને મારા સલામ.
ચાલો દોસ્તો આપના અમદાવાદ(aapnu amdavad) ને આમજ મદદ કરતા રહેજો…

Janm Divas Ni Ujavani Birthday Celebration Ahmedabad -Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt


Bhavik Birhtday

Birhtday celebration 2010

મોટા ભાગ ના દરેક લોકે ને પોતાનો જન્મ દિવસ બહુજ ગમતો હોય છે(Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt), હા હું માણું છું કે આમાં જરૂર  અપવાદ હસેજ,  તો  તેઓ ને તેમની girl friend નો કે wife નો  જન્મ દિવસ ગમતો હશે, મજાક કરું છું યાર, અમુક ને તો આ દિવસ બહુ ખર્ચાળ લાગતો હશે, હું તો  માણું છું કે આજ  દિવસ આપના પ્રિયજનો ને ખુશ કરવાનો મસ્ત દિવસ છે.

અમુક Birthday આપને ક્યારે પણ વિસરી શકતા નથી જેમ કે  બચપણ માં મમ્મી-પાપા એ થોડા થોડા રૂપિયા ભેગા કરી અપાવેલી વસ્તુઓ, દોસ્તો સાથે અલગ અલગ જગ્યા એ ઉજવણી કે પછી wife કે girl friend સાથે  life  માં પહેલી વાર જન્મ દિવસ ની ઉજવણી, યાદ આવી ગયો કે શું?? ચાલો દોસ્તો હવે તમે તમારા ભૂતકાળ માંથી બહાર આવી જાવ, હું(Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt) તમને મારા ભૂતકાળ માં લઇ જાવ છું(Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt).
ધોરણ ૭ માં રીસેસ પછી જેવો હું class માં ગયો તેવાજ બધા દોસ્તો શાંત પડી ગયા પણ મેં gift શબ્દ સાંભળેલો, મને લાગ્યું કે આ નાલાયકો કસું તો કરવાના, થોડા દિવસ પહેલા જ મેં પાપા ને કહ્યું હતું કે મારે આ જન્મ દિવસે game લાવી છે, મારા બધા દોસ્તો  પાસે છે ખાલી મારી પાસે જ નથી તો મને પણ લાવીજ આપો, આમ બચપણ માં તો બધાજ બાળકો દેખા દેખીમાં વસ્તુ ઓં લાવતા હોય છે, તે સમજયા પણ અત્યારે લોકો મોટા થાય તો પણ દેખાદેખી કરે જ છે, બસ ખાલી તેના પ્રકાર બદલાઈ ગયા છે , પણ હું તો એવું માણું છું કે જ્યાં સુધી વસ્તુ ની જરૂરીયાત હોય તેના વગર ના ચાલી શકે એવું હોય તો  ત્યાં લાગી નવી વસ્તુ ના લાવું, પણ  આતો ખાલી મારો  વિચાર છે. ભારત માં દરેક ને વિચારવાની છૂટ આપી એટલે જલસા.
bhavik dutt birthday celebration

cake thi rangayelo

એક દિવસ પહેલાજ હું game લેતો આવેલો મને યાદ છે, તેમાં “૯ ઇન ૧” રમતો હતી, અને યાદ હોયજ  ને,  કેમ કે તે મારી પહેલી game હતી, દરેક પહેલુ વસ્તુ જીવન માં સહેલાઈ થી  ભુલાતી જ નથી, ભલે લોકો કેટલા પણ ગપ્પા મારે કે હું ભૂલી ગયો પણ માનસ નું દિમાગ એવી રીતે પ્રભુ એ બનાવિયું છે કે ક્યારેકતો યાદ આવીજ જાય, મને તે games બહુજ ગમી, એટલી ગમી કે રમી રમી ને તેના બટન બગડી ગયેલા, ઈટો તોડવાની, ગાડી વાડી, બિલ્ડીંગ બનવાની, વિમાન ની રમત મને બહુજ ગમી, મારા દોસ્તો પણ મારા માટે game લાવેલા મારા કરતા વધુ રમતો હતી મને યાદ છે “૯૯૯ ઇન ૧”  પણ મેં લેવાની ના પડી કીધું કે મારી પાસે તો game આવી ગઈ છે, હું(bhavik) કાલેજ લાવિયો, તે ખરેખર બહુજ વાહિયાત જવાબ હતો, તે સમયે મને થોડી ખબ પડે કે કોઈ gift આપે તે વસ્તુ માં સામેવાળા ની લાગણી છુપાયેલી હોય છે, તે વસ્તુ  પાછળ તેનો કીમતી સમય નીકળેલો હોય છે તો તે કોઈ પણ વસ્તુ કેમ ના હોય તે દરેક અમુલ્ય બનીજ જાય છે, એટલેતો આજ દિવસ સુધી તે દરેક વસ્તુ મારા સુંદર દિવસો ની શાક્ષી પૂરે છે. રાત્રે તે બધા મારા મારા ઘરે આવી ને gift આપી ગયેલા ત્યારે મારા મમ્મી પાપા એ આ શબ્દો કીધેલા જે મેં જીવન માં ઉતારી લીધા છે(Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt),
મેં અત્યાર સુધી જીવન માં ક્યારે પણ cake કાપેલું નહતું અને ગયા વર્ષે જ મને એક સાથે દિવસ માં બેવાર cake કાપવાનો લહાવો મળીયો, અહીજ પૂરું નથી થતું મારી sister એ ઘરે ગયો ત્યારે રસગુલ્લા ની party કરાવેલી, ખરેખર તે એક ભવ્ય જન્મ દિવસ હતો

My name is Chaddi

ધોરણ ૮ માં બજાર માં નવી નવી air gun આવેલી અને મારે તે લાવીજ હતી પણ ઘરવાળા કહેતા કે તું કોઈ ને મારી ને આવીશ એટલે તને તે નહિજ અપાવીએ, તો હું ભહુ ઉદાસ થઇ ગયેલો ૨ દિવસ પડી રહ્યો અને ૩જા દિવસે gun  અપાવી દીધી, બચપણ ની તે ભોળી જીદ અને અત્યાર ની જીદ માં કેટલો તફાવત પડી જાય છે, તે gun અને game મારી પાસે સુંદર યાદ ના ભાગરૂપે પડીજ છે, જોકે તે બંને બગડી ગઈ છે તો પણ મને તે હજુ બહુ ગમે છે.

Ahmedabad to Goa Indianic Trip Last Day Amdavad thi goa(mari duniya,meri duniya)


IndiaNIC ahmedabad bhavik datt

IndiaNIC ahmedabad bhavik datt

રાકેશ સાથે ફોને પર વાત ચાલતી હતી તે કહેતો હતોકે બધું તારી પર છે, તારેજ નક્કી કરવાનું છે કે driver કેવો છે, ૫૦૦ રૂપિયા અડ્વાન્સ અપાય એમ છેકે નહિ તે તારેજ નક્કી કરવાનું છે, પણ હું આ પરીક્ષા આપું તે પહેલાજ એક ઘટના ઘટી જે મને નિર્ણય લેવામાં મદદ કેરી, જેમ કોઈ છોકરો છોકરીને કેટલો પ્રેમ કરે છે તે કહીના સકતો હોય પણ જયારે તેને એવું લાગવા મળે કે કોઈ ત્રીજો આવીને લઈ જશે તો તે ઉતાવળમાં નિર્ણય લેતો હોય છે, એવુજ પેલા driver પણ કર્યું અને ૨૫૦૦/- માં બધું પાક્કું થયું.

ડોલ્ફિન જોવા જવાના તે સાંભળી જેમ કોઈ વસ્તુ વિશે વિચારીયું પણના હોય અને તે મળી જાય ત્યારે જેવી ખુશી થાય તે ખુશી હું અત્યારે ભોગવતો હતો, અમુક રૂપિયા આપી નાવડી ભાડે લીધી હતી, અત્યારે બધા કોઈ રસાકસી ક્રિકેટ ટી.વીમાં જોતા હોય તેમ દરિયામાં જોતા હતા અને જેવો ચોક્કો કે છક્કો વાગે અને જે આનંદ મળે તે ડોલ્ફિન જોઈને મળતો હતો, બીજા દિવસે ક્રૂસ પર પેલો ભાઈ દૂરથી જે light house ની ઓળખ આપતો તે યાદ આવ્યું? ના આવે તો કસો વાંધો નહિ તે અત્યારે અમે નજીકથી જોતા હતા. અમારી નાવડી થોડી વહેલી કિનારે આવી ગઈ હતી અને બીજા લોકો આવિયા નહતા એટલે હું છીપલાં શોધવા નીકળી ગયો અને ભાત ભાતના સુંદર રંગીન છીપો શોધી લાવ્યો પણ પાપી માનીશ એક મારું છીપ લઇ ગયો.

એતો બધા ને માનવુંજ ઘટે કે films જગ્યાનું મહત્વ વધારી દેછે, કે તેને અમર કરી દેછે પણ જો films જોરદાર હોવી જોઈયે “દિલ ચાહતા હૈ “(mari duniya,meri duniya) જેવી, “Fort Aguda ” માંજ દિલ ચાહતા બનેલું પણ તે ખોટી વાત હતી જે અમને પછી ખબર પડી, “ફરકી” જેવી લસ્સીની વિવિધતા છે તેવીજ ત્યાં છોકરીઓંમાં જોવા મળતી હતી, એકથી ચડિયાતી બીજી પણ એવામાં વિપિન સથારેને કોઈ વિદેશી મળી ગયો તો બધા ફોટો પાડવવા લાગ્યા, અમુક વખતે ચર્ચા થતી કે તે fort aguda છે કે light house ??? તો તે બંને હતું. ત્યાંથી Baga Beach પર જવાનું હતું પણ થોડો સમય નીકળી અને જામી લીધું.
કહેવત છે નેકે જયારે લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ના ધોવા જવાય, પહેલા દિવસે બધી rides ૩૦૦ રૂપિયામાં કહેતા હતા પણ અમે ના ગયા અને ત્યારે હું Baga Beach પર ૫૦૦ રૂપિયા આપવા તૈયાર હતો તો પણ મને કોઈ બેસાડતું નહતું, આખરે કંટાળી ફરી કયારે એમ કહી કપડા ઉતારી દરિયામાં પડયો, અત્યાર સુધી ખાલી મારા પગ દરિયામાં ગયેલા હવે હું આખો દરિયામાં હતો, બહુજ મસ્તી કરેલી યોગેશ તો મને ઉચકીને પાણીમાં પણ નાખેલો, પણ જયારે ઉંચી લહેરો આવતી  તેને અથડાવાની બહુ મજા આવતી, બહાર આવી મેં tantoo પણ કરાવ્યું.
Anjuna Beach  ઉપરથી અદભુત દર્શય(mari duniya,meri duniya)  લાગતું હતું થોડી સીડિયો  પણ હતી, જેવા નીચે ગયા તો નજરો અલગજ હતો, દરિયા માં પત્થર હતા અને તેમની વચ્ચેથી પાણી અવાજ સાથે આવતું હતું, પણ દરેકના મનમાં થોડો ડર હતોજ કે પડીના જવાય.
bhavik dutt indianic

bhavik dutt indianic

Vagator Beach 15min નું tracking હતું યોગેશના ચહેરા પર સ્મિત આવી ગયું, આમ પણ વાંદરા ને ઝાડ પર ચડવાનું બહુ ગમે, પણ જો વાંદરાને કેળું આપવામાં આવેતો તે તેજ રસ્તે જતો રહે, યોગા એ પણ એવુજ કર્યું તે બીજા beachમાં જતો રહ્યો, ઉપર જવામાં થોડો થાક લાગતો હતો પણ વાતાવરણ જોરદાર હતું, દિલ ચાહતા હૈ માં જ્યાં ત્રણ દોસ્તો બેસેલા ત્યાં અમે અત્યારે બેસેલા હતા દરિયો ક્ષિતિજ સુધી દેખાતો હતો, સૂર્ય ધીમે ધીમે ડૂબી રહ્યો હતો, ચારેકોર નિરવ શાંતિ હતી, દુનિયા ના દરેક દુખ ભૂલી જાણે કોઈ બીજી દુનિયામાં હતા એવું લાગતું પણ અચાનક કોઈ રાક્ષશ નો call આવ્યો તેવું લાગ્યું, હા યોગાનો જ  હતો” મને રસ્તો મળતો નથી તો લેવા આવ”, પછી અમે બધા અંદર ફરવા ગયા ત્યાં મને બે નાની સુંદર છોકરીયો મળી(mari duniya,meri duniya), મેં વાત કરી એકનું નામ હતું એમિલિયા અને બીજી નું યાદ નથી પછી તે કસું તેની ભાષામાં બોલવા લાગી, ત્યાંથી રૂમમાં આવી partyની રાહ જોવા લાગ્યા, આગળના અમુક પલો ને સેન્સેર કરવામાં આવિયા છે.

મારે last time દરિયા પાસે જવું હતું અને હું અને મનાલ calinguate પહોચી ગયા રાત્રે ૧૨:૩૦ થયા હશે થોડી વાર બેસી હું દરિયામાં થોડું  અંદર ગયો અને મોટે થી બુમ પડી I LOVE — GOA ..દોસ્તો અહીજ આ tour નો અલ્પવિરામ મુકું છું કેમ કે goa  ફરી પાછા જરૂર આવુજ પડશે અમુક વસ્તુ બાકી છે,,,,, Part – 1 and Part – 2

DAY-II IndiaNIC Tour 2010 GO GOA OR JAI GOA(mari duniya,meri duniya)


DAY-II IndiaNIC Tour 2010 GOA JYA GOAવધુ photograph(mariduniya-મારી દુનિયા-mariduniya) માટેBhavik Image Gallery

પહેલા દિવસનો થાક અને સોમરસના કારણે મોટાભાગના દરેક લોકોની સવાર થોડી જલ્દી પડી ગઈ તેવું લાગતું હતું, ખાતાપીતા ૧૧ વાગી ગયા અને હોટેલવાળા ૨ વાગે ફરવા લઇજવાના હતા તેના કારણે બધાજ દોસ્તો બીજો કોઈ પ્લાન બનાવતા પણ નહતા તેમજ મહત્વનો સમય વહી ગયો તેનો જો અમે ઉપયોગ કર્યો હોત તો candolim જેવા બીજા સ્થળો રહી ગયા તે ફરી લીધા હોત.

છેલ્લે બીજા દિવસની શરૂઆત તો થઇ સેન્ટ ઝેવિયર્સના ચર્ચથી, હા તમે વિચારો છો તેજ , અમદાવાદ (mariduniya-મારી દુનિયા-mariduniya) માં પણ તેમના નામની નિશાળો ચાલે છે તેજ, ખાસ્સો વિશાળ હતો, દિવાળીમાં આપણા મંદિરમાં જેવી જાહોજલાલી થાય તેવીજ અત્યારે ત્યાં જોવા મળતી હતી, હું બહુ વર્ષ પછી ચર્ચમાં ગયો અને તે પાછો તેમની દિવાળીના સમયે, મનાલને નારિયેળ પાણી પીવાની ઇચ્છા થઇ ગઈ, પણ ૨૦ રૂપિયા અમદાવાદ કરતા પણ મોઘું હતું ,રાકેશ ની લાવારી વધવા લાગી હતી અને ભાવિન તેના જમાના હાથ ની જેમ તેનો સાથ આપતો હતો, મનાલ ને ટ્વિન્કલ ટ્વિન્કલ ગવડાવેલું પણ હું આ બધા વાતાવરથી અલિપ્ત હતો, બધા ને તો એવુજ થતું હશે કે રાકેશ એ બહુ પીધી હતી પણ તેના દોસ્તોને તો ખબરજ હતી કે તે સારો actor છે.

Cruise પર બેસવાનો ખાસ્સો ઉત્સાહ હતો અને ત્યાનું વાતાવરણ જોઈ જળવાઈ પણ રહ્યો, જેવા તેમાં બેસ્યો તો બહુ મજાના આવી, હા ત્યાં dance સારો કરતા હતા લોકો, પણ તેવામાં બધા છોકરાઓને બોલાવીયા, ખાસ્સી ભીડ હતી થોડું નાચી હું નીચે ઉતારી ગયો, જો હું નીચેના ઉતારીયો હોત તો મોકો હાથમાં થી વહી જાત કેમ કે બહાર નો નજરો આના કરતા પણ ખુબજ સુંદર હતો, અંધારામાં fort aguda અને jail દેખાતી હતી જ્યાં અમે આવતી કાલે જવાના હતા, તેના વિશે પછી કહું, મારી નજીકથી બીજી cruise જતી જોવી તેતો એક ખરેખર લહાવોજ હતો, હવે મને સમજ પડી કે તે સમયે હું અંદર બેસેલો એટલે બહારનો નજરો દેખાતો નહતો અને ગમતું નહતું  પણ અત્યારે સરસ લાગતું હતું  તેવામાં અમને બધા ને પાછા બેસાડી દીધા.

મારે આ દિવસ નો અંત દરિયા કિનારે કરવો હતો, રાત્રે ક્યારે હું દરિયા કિનારા પાસે બેસ્યો નહતો તો બેસવું હતું, પણ બધા માનતા નહતા, છેલ્લે મનાલ અને શાહરૂખ માન્યા, દરિયાનું આવું રૂપ મેં ક્યારે જોયું નહતું, ચારેકોર નીરવ શાંતિ હતી, આસપાસ બધા દારૂ પિતા હતા, દરિયામાં મોજાનો અવાજ સ્પષ્ટ સાંભળી સકાતો હતો, અને લહરો એ પણ જાણે અલગ છટા ધારણ કરેલી હતી એવું લાગુ હતું, ખરેખર ખુબજ નયનરમ્ય (mariduniya-મારી દુનિયા-mariduniya) હતું, જ્યાં સુધી ફરી આવું દ્રશ્યના જોવું ત્યાં લાગી આ દિમાગ માં કંડારેલું રહેશે તેતો પાકું છે. બીજા દિવસની પુર્ણાહુતી ત્યાજ કરી, પણ તેના કરતા પણ જોરદાર દિવસ અમારી રાહ જોતો ઉભો હતો તો સવાર ની રાહ જોઈએ દોસ્તો . ભાગ-3 .

JAI GOA OR GO GOA IndiaNIC Tour 2010(mari duniya,meri duniya) Day-1


JAI GOA Ke GO GOA

see more photos vadhu phota mate Bhavik gellery

ક્યારના ધણા દોસ્તો article ગુજરાતી અક્ષરો માં ઈચ્છતા હતા તો આ નવા વર્ષે શરૂઆત કરું છુ.

અમારી IndiaNIC companyમાં GOA જવાનું નક્કી થયું અને જેવું  ફોર્મ આવ્યું તેવું તરતજ મેં ભરી દીધું હું ફોર્મ ભરવાવાળો બીજો હતો તેના પરથી તમને ખબર પડી ગઈ હશે કે Goa જવા કેટલો બધો આતુર હતો.
જય ગોવાથી ઓખા trainની શરૂઆત થઇ અને trainમાં timepass કરવા પત્તા રમવાનું ચાલુ પણ કર્યું, ક્યારે મુંબઈ આવી ગયું તે પણ ખબરના પડી અને ત્યાંથી કોંકણ railwayનો પ્રારંભ થયો ત્યારે રાત હતી પણ જો સવાર હોત તો શરૂઆત જોરદાર થઇ જાત તો પણ હું Goaથી ઘરે (mari duniya,meri duniya)આવતા જે આનંદ ની અનુભૂતિ થઇ તે પહેલા વર્ણન કરવું ઘટે.
થોડીવાર તો હું અને મનાલ બારીમાંથી જ બહારનું જોરદાર કુદરતી અને કુત્રિમ સૌન્દર્ય જોતા હતા પણ મને થયું કે આવું દ્રશ્ય તો નજીકથી જોવા મળે તે એક મોટો લહાવો ગણાય, તો હું બારણા પાસે ગયો અને ત્યાજ ધણો સમય બેસીને જોયું, અદભુત વાતાવરણ, જેવું વાંચેલું તેવુજ હતું, દૂર દૂર ઝરણા દેખાતા હતા, પહાડમાંથી train પસાર થતી અને થોડીથોડી વારમાં  બોગદા આવ્યા કરે અને તે પાછા ૪ થી ૫ મિનીટ ચાલે તેવા અવિસ્મરણીય હતું, મેં પોતે ૫૬ બોગદા ગણેલા, હૂતો ત્યાં જાણે કે કોઈ બીજી દુનિયામાં છુ તેવો ભાસ થતો હતો, ધીમે ધીમે અંધારું થતું ગયું,ચાલો દોસ્તો પાછા ઓખા trainમાં આવીએ, માહિતી મળી હતી કે થીવીમ ઉતારવાનું છે ત્યાંથી બસ આવીને લઇ જશે .
હોટેલમાં પહોંચ્યા neelam the grand  બહારથી તો બહુ  ભવ્ય લગતી હતી પણ અમેને રૂમ આપ્યો નહિ એટલે અમે બહાર ફરવા નીકળી ગયા, સાંભળ્યું હતું કે Goa તેના દરિયાકિનારા, sea food અને દારૂ માટે વખણાય છે, તેમાંથી પહેલા beach માટે અમે નીકળ્યા તે હતો calangute, હોટેલથી કેટલું ચાલવું પડશે તેની કોઈને પડી જ નહતી બધા ખાલી રાહ જોતા હતા જેની અને તે આવી ગયો દૂરથી દેખાતો હતો અનંત મહાસાગર, જેમ તેની નજીક તેમ અલગ દુનિયા દેખાવા લાગી ચારેકોર દારૂ જ દારૂ અને વિદેશી છોકરીયો, પણ મને બહુ ભૂખ લાગેલી હતી અને સમોસા પણ દેખાઈ ગયા તો મેં લીધા અને બીજા ને પણ આપ્યા પણ મારા પેટને આરામના મળ્યોતો મેં પાછા બીજા લીધા ત્યારે “જેઠેશ” તેનું નામ માનીશ છે હાલ બધા દોસ્તોની ઓળખાણ નથી કરાવતો પણ જ્યાર બધા વિશે લખીશ ત્યારે કરીશું, તે બુમો પાડવા લાગ્યો કે કેટલી ભૂખ લાગી છે ભૂખડ છે પણ ભૂખ શાંતના પડી જેમ જેમ દરિયાને નજીક ગયો તેમે ભૂખ ગુમ થઇ ગઈ, દરિયો ખુબજ મનોહર લાગતો હતો મારાથી હવે રહેવાતું નહતું હું તો ગરકાવ થવા ચાલી નીકળ્યો મારી સાથે “યોગેશ” અને માનલ પણ આવી ગયા, ખાસ વર્ષો પછી ફરી દરિયાના પાણીનો આનંદ મળ્યો હતો, થોડીવાર ફરી અમે પાછા હોટેલ આવી ગયા વચ્ચે sensor board દ્રારા અમુક ક્ષણો કાપવામાં આવિયા છે
હોટેલમાં હજુ રૂમ આપ્યો નહતો પણ જમવાનું જોરદાર આપી અમારી એટલે મારી ભૂખનેતો શાંત પડી દીધી હતી અને થોડીવારમાં તો બધા ને રૂમ મળી ગયો જેવા રૂમમાં ગયા તો ” વાહ શું રૂમ છે મનુ “મસ્ત છે યાર એવા શબ્દો નીકળી ગયા, જેઠા ના શબ્દો માં કહું તો ધીરજ ના ફળ મીઠા, બધા ચડ્ડી પહેરી ને નહાવા માટે swimming poolમાં પડ્યા ત્યાં ballની સાથે રમવામાં બહુ જ મજા પડી અને થાક પણ ઉતારી ગયો.
ફરી બધા calingateમાં ગયા પણ આ વખતે નજારો અલગજ હતો, ખાસી ભીડ હતી અને તેમાં પાછો સૂર્ય દરિયા પર આવી તેની સુંદરતામાં વધારો કરતો હતો, ખુબજ નયનરમ્ય(mari duniya,meri duniya) લાગતું હતું દોસ્તો, મારે તો સૂર્ય ને પાણીમાં ડૂબતો જોવો હતો અને તે મને જોવા મળ્યો, જાણે કે પ્રભુની જોરદાર painting હોય સૂર્ય ધીમે ધીમે ગાયબ થતો હતો, જાણે કે પ્રભુ મોટું ભજીયું સાગર રૂપી તેલમાં તરતો હોય અને જે છમમ  અવાજ આવે તેવો અવાજ લહેરો નો આવતો હતો અદભુત, લહેરોને જોતા મનને ખુબ શાંતિ લાગતી જાણે કે દરેક દુઃખ પતી ગયું ઝકાસસસસ…  લાગ્યું દોસ્તો.
પાછા આવી અમે dance party  join કરી, યોગેશ પહેલી વાર dance કરીને ખુબ ખુશ હતો અને અમને થોડીવાર પણ આરામ કરવા નહતો દેતો, દરેક ના ચહેરા પર આનંદ છવાયેલો હતો, નાના મોટા બધા ભેગા મળી dance કરિયો તે સરસ લાગતું હતું, સુલતાન “પ્રતિક”  થોડીથોડી વારમાં મળવા આવતો કેમ કે તેને અમે કીધું હતું કે ત્યાં અમને ભૂલી ના જતો, ભાવિન ની સાથે રાકેશ નો danceમાં અલગ જોર હતું અને s.r.k તો  કુદી કુદી ને dance કરતો હતો પણ અભિષેક બધાની પર ભારે પડતો હતો  તેનો સાથ હતો  વિપિન નો, પહેલા દિવસ માં આટલું રાખીએ વધુ આવતા અંકે ભાગ-૨ માં.

MARU AMDAVAD ANE APANU AMDAVAD


Maru Amdavad Apnu Amdavad

see more photos vadhu phota mate Bhavik gellery

Maru Amdavad ane Apana Amdavad ni vat karu ane jo Khanipini thi sharuaat na karu to sharuaat adhuri lage, kem ke bahar na loko mate amdavad ni odakhan bhale Gandhi Ashram, cricket rasiko mate Motera, ,mgt vada mate IIM-A hoy pan pakka amdavadi mateto Raypur na Bhajiya, Das na Khaman, Shriji no Vadapav, Maheta ni Kachori, Farki ni Lassi ke pa6i Manekchok j vadu pasand aave 6e.

Mari vat karu to mane to apanu amdavad bahuj game 6e, ahini AMTS ni bhid ma pan anero anand hoy 6e, amuk var tema pan jivan bhar sathe rahe teva dosto mali jata hoy 6e, mane to bus ma article lakhavama dosto hoy ke baju vada koi pan anjan loko pan khasi help kare 6e.

Jo tanme amdavad ni bhid na gamti hoy to tena mate pan amadavade khasa place rakhiya 6e jya javathi dil ne khubaj shanti no bhas thay, aaj kal Mall na culture ma aapna juna places to bhulij gaya 6e, Dada Hari Ni Vav je Adalaj ni vav karta pan old 6e, tene ek var joso to shabd nikadij jay ke amdavad ni vache pan aavi vav hal ma 6e jordar kahevay, jem ke Gandhi Asharm aana vise to tamane khabarj hase, Sardar Smark halj saras banavi devama aaviyu 6e, Sarkhej na Roja,Paladi ane Calico Museum tema aagad padata aave 6e.

Ane jo bhid ma Maja aavti hoy to teva pan khasa 6e, Phela Kankariya thodu bhuli javay, Vastarpur talav, MM, ke pa6i amdavad na bagicha jem ke Law garden, Parimal, Pahaladnagar, Tikal baugh saras 6e Malls to bauj 6e yaar jema mane to Himaliya ane ISKON khubaj game 6e mast banaviya 6e .

Pan jo mari vat karu to mane jyare bahuj kantado aave to hu Gandhi Asharm ma jato rahutya River no view leta bakada mukiya 6e tya besiye to alag prakar ni shanti mahesus thay 6e. Amdavad vise ekj part ma to puru thay aevu to lagtu nathi part-II ma lakhavuj padase to malye dosto Part-II ma.

અમુક દોસ્તો ની ઇચ્છા પૂરી કરવા માટે મારે ફરી ગુજરાતી માં પણ લખું છું

મારું અમદાવાદ અને અપના અમદાવાદ(aapnu amdavad) ની વાત કરું અને જો ખાણીપીણી થી શરૂઆત ના કરું તો શરૂઆત અધુરી લાગે, કેમ કે બહાર ના લોકો માટે અમદાવાદ ની ઓળખાણ ભલે ગાંધી આશ્રમ, cricket રસિકો માટે મોટેરા,mgt વાળા માટે IIM-A હોય પણ પાક્કા અમદાવાદી માટેતો રાયપુર ના ભજીયા, દસ ના ખમણ, શ્રીજી નો વડાપાવ, મહેતા ની કચોરી, ફરકી ની લસ્સી કે પછી માણેકચોક જ વધુ પસંદ આવે છે.

મારી વાત કરું તો મને તો અમદાવાદ બહુજ ગમે છે, અહીની AMTS ની ભીડ માં પણ અનેરો આનંદ હોય છે, અમુક વાર તેમાં પણ જીવન ભર સાથે રહે તેવા દોસ્તો મળી જતા હોય છે , મને તો બસ માં article લખવામાં દોસ્તો હોય કે બાજુ વાળા કોઈ પણ અનજાન લોકો પણ ખસી help કરે છે.

જો તમને અમદાવાદ ની ભીડ ના ગમતી હોય તો તેના માટે પણ અમદાવાદે ખાસા place રખિયા છે જ્યાં જવાથી દિલ ને ખુબજ શાંતિ નો ભાશ થાય, આજ કાલ Mall ના culture માં આપના જુના places તો ભૂલીજ ગયા છીએ, દાદા હારી ની વાવ જે અડલજ ની વાવ કરતા પણ જૂની છે, તેને એક વાર જોશો તો શબ્દ નીકડીજ જાય કે અમદાવાદ ની વચ્ચે પણ આવી વાવ હાલ માં છે જોરદાર કહેવાય, જેમ કે ગાંધી આશ્રમ, આના વિશે તો તમને ખબરજ હશે, સરદાર સ્મારક હાલજ સરસ બનાવી દેવામાં આવ્યું છે, સરખેજ ના રોજ, પાલડી અને Calico Museum તેમાં આગળ પડતા આવે છે.

અને જો ભીડ માં મજા આવતી હોય તો તેવા પણ ખાસા છે, પહેલા કાંકરિયા થોડું ભૂલી જવાય, વસ્ત્રાપુર તળાવ, MM, ગુજરી જે દર રવિવારે ભરાય છે વિવેકાનંદ પુલ નીચે, લાલદરવાજા તો દરેક મધ્યમ વર્ગ માટે સ્વર્ગ સમાન છે કે પછી અમદાવાદ ના બગીચા જેમ કે Law garden, Parimal, Pahaladnagar, Tikal baugh સરસ છે Malls તો બહુજ છે યાર જેમાં મને તો Himaliya અને ISKON ખુબજ ગમે છે મસ્ત બનાવીય છે .

પણ જો મારી વાત કરું તો મને જયારે બહુજ કંટાળો આવે તો હું ગાંધી આશ્રમ માં જતો રહું ત્યાં નદી નો નજરો લેતા બાકડા મુકીય છે ત્યાં બેસીએ તો અલગ પ્રકાર ની શાંતિ મહેસુસ થાય છે જે હું અહી વર્ણવી નહિ સકું જાતેજ મહેસુસ કરવી પડશે. અમદાવાદ વિશે એકજ ભાગ માં તો પૂરું થાય એવું તો લાગતું નથી part-II માં લખાવુજ પડશે તો મળીયે દોસ્તો ભાગ -૨ માં .

11TH SCIENCE G.B.SHAH JYOTI OLD HIGH SCHOOL AHMEDABAD MA JALSA-3


Teacher's day celebration

see more photos(old science school gujarat), vadhu phota mate Bhavik gellery

Jadiyo, hava bharelo fuggo, pani ni tanki aavaj shabdo yaad aave 6e jyare pan Shoaib ne yaad karu 6u tyare, mari bahuj khechato ane hu tene par jokes banavato, ekvar to bolachali mathi mane bahu gusso aavi gayo to me tene fet mari ae vichariyuj nahi ke jo te mane marase to maru su thase? Ane tene mane pet ma jorthi aevi fet mari ke mari halat kharab thai gai marathi bolatu na hatu. Bija dosto kaheva lagya ke tu yaar aavu khatarnak na mar(old science school gujarat).

Hu Dumb sedase paheli var ramava ubho thayelo mane to khabar pan nahti padati aetale me pu6iyu aa kai ramat 6e? mane kaheva ma aaviyu ke kuch kuch hota hai ma SRK ane Kajol rame 6e ne tej yaar pa6i mane khabar padi, me kidhu to chalo aapo naam to, kon ubhu thayu hase tame guess karij sako 6o, ha jadiyo , me direct na padi ke aato bahu gandu naam aapse koi bija aavo pan 6elle jadiyaej aapiyu “Sandhya” aama mare su karvanu hu to ubhoj rahi gayo, time up time up public bolva lagi, aavaj anubhav thi hu shikhiyo ane future ma hu “Khvaja moenuddin chisti ki dargah” je lakhava nu khatarnak 6e te hu dosto ne college ma samajavi sakish, pan tyare 6okariyo aevu kahese ke 04(Bhavik) ne to hindi naam aapvana j nahi te saheli rite samajavi dese, pan atyare hu ubho hato ane pa6ad jadiyo mast khush thato hato ane kaheto hato ke na avadiyu ne(old science school gujarat).

Aani sathe biji yaad pan jodayeli 6e pan mari jagya ae Lodha Anand hato pan kyar no kasu samjava ni kosis karto hato pan amane khabar padatij nahati, te Bhavin pase aaviyo ane tene bench par besadiyo te niche besi tena pag pakadi feki didho niche, ha tamari jem amane pan badhane khabar padij gai ke aato “Bazigar”nu 6e ame kidhu ane tene ha padi, pan aetala time ma Anand ubho thayo nahi ane badha ae tene ubho kariyo pan tene khasu vagiyu hatu ane te gussa ma pan hato te bhavin ne marva jato hato badha ae tene rokiyo pa6i te 2-3 divas chaliyo ane pa6i 2ne sara dost thai gaya, aani par thi tamane kasi khabar padi? Chalo huj kahu 6u lodha dosti karta pahela teni sathe jarur babal karto, aato maro ek vicharj 6e, pahela mari sathe atyare Bhavin sathe.

to be continues … aavta anke