Peacock Sanctuary મોરનું અભિયારણ


peacock sanctuary

સલીમ અલી sir ના જન્મદિવસે આપણે બધાને અમદાવાદની એક નવી જગ્યા લઈજવ, મારા મતે પ્રમાણે આ જગ્યા “મોર નું અભિયારણ” છે. આ જગ્યા શાહીબાગમાં હાજીપુરા બગીચાની પાસે Musa Suhag Dargah આવી છે, ચારેકોર નિરવ શાંતિ એવું લગેજ નહિ કે તમે અમદાવાદમાં છો, આ અનુકૂળ વાતાવરણના કારણે પંખીઓ ખાસ કરી ને મોર ની સંખ્યા ઝાઝી જોવા મળે છે.

એવું નથી કે અહીં લોકો આવતાજ નથી પણ થોડા આવે પોતાના લોકોને યાદ કરી ને જાય એ પહેલા પાણી અચૂક ભરે ચારેબાજુ, જેથી કરીને પંખીઓ ને દૂર પાણી શોધવું ના પડે. અહીં પંખીઓ ને જોઈતી દરેક વસ્તુ અહીં મળે છે એકાંત, ખાવાનું, પીવાનું અને સુરક્ષા + સફાઈ એકદમ મફ્ત તો એમને ગંદી વસ્તુઓ ખાવી ના પડે.

હા સમજુ છું કે અમુક લોકોને અહીં આવતા ડર પણ લાગે પણ અહીં ડરવા જેવી વાત નથી ઉપરથી તમે ખુશ થઇ જશો એ પાક્કુ. મોર ના ઈંડા વધુ વજનદાર હોવાથી જમીન પર મુકવાજ પડે તો એના માટે આ જગ્યા એક અભિયારણ સમાન બની છે. આપણે અહીં મોરના નાના બચ્ચાં ફરતા દેખાય એ માજા માણી શકીએ કે પછી મોર ઢેલ ને કેવી રિઝાવે છે એ જોવા મળે જેમ માણસ પોતાના રૂપિયા,વસ્તુઓ, વિચારો કે બુદ્ધિ થી રિઝાવે એવીજ રીતે આ ભાઈ મસ્ત પોતાના લાંબા પીંછા બતાવી મીઠો અવાજ કરી ને ઢેલ ને ખુશ કરે. હું એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે ઢેલ મોર ના આંશુ પી ને ઈંડા મૂકે એ તો એકદમ વાહિયાત માન્યતા છે આ બંને પણ બીજા બધા પંખી જેમજ એકદમ normal છે કોઈજ જાદુ નથી કરતા :-). વધુમાં અહીં મોટો સોનેરી લક્કડખોદ(Greater Flameback) જોવા મળ્યો અને આજુબાજુ ફરતા નાના નાના નોળીયા(Mongoose) એની માં સાથે મસ્તી કરતા હૉય આવું બધુજ કોઈ એક જગ્યા મળી રહે તો કેમ આપણે અહીં ના આવીયે ? બોલો દોસ્ત એકવાર અહીં આવશોને ? (Peacock Sanctuary Ahmedabad, Prakruti Parichay, ‎Amdavadni Zankhi )

Advertisements

Mane Duniya bhoolavi de chhe મને દુનિયા ભૂલાવી દે છે


છે કંઈક એમનાં માં,
જે મને દુનિયા ભૂલાવી દે છે,

સમીપ હોય તો હસવું ગમે,
દૂર જાય તો હસવું ભૂલાવી દે છે.

એ ગલી એ રસ્તામાં ખોવાઈ જવું ગમે,
હાથ માં હાથ પકડી ચાલુ તો રસ્તા ભૂલાવી દે છે.

નથી ખાધા ક્યારેક છપ્પનભોગ જીવનમાં,
એમના હાથે ખાધેલી સેવપૂરી બધા સ્વાદ ભૂલાવી દે છે.

નથી જોવા ઉગતા સૂરજ , નથી જોવી ઢળતી સાંજ,
એમની આંખો માં જોવ તો બ્રહ્માંડ ભૂલાવી દે છે.

નથી જોઈતું સ્વર્ગ, નથી જોઈતી દુનિયા,
એમની બાહોમાં મળેલી શાંતિ, દુનિયા ભૂલાવી દે છે.

બહુ બહુ માગ્યું છે ઈશ્વર તારી પાસે,
આજ એમને આપીને મને સંસાર ભૂલાવી દે…

ચકી બેન – Chaki Ben


શું અમદાવાદ માં ચકલી જોવા મળી શકે ? કે પછી અમદાવાદ માંથી ચકલી ગુમ થઇ ગઈ ? આવા વિચારો આવા પાછળ નું કારણ એજ છે કે બહુ દિવસો થી ચકલી જોવાજ નથી મળતી 😦 , આજે થયું કે ચાલો ચકલી બેન ને શોધવા નીકળું, તો ઉપડી ગયો. બહુ ઝાડ ફેદીયા બહુ જગ્યા ફરીયો પણ કોઈ જગ્યા એ અમારી ચકી એતો દર્શન ના આપ્યા. થોડીવાર વિસામો લેવા બેઠો પાણી પીતા પીતા અચાનક યાદ આવ્યું કે એવી જગ્યા એ જગ્યા એ મળી સકે તો હું એવી જગ્યા શોધવા લાગ્યા કેવી જગ્યા કહું ? કે જ્યાં બહુ ગંદકી હોય કીડા એટલે કે માંખી ના બચ્ચા કચરામાં ફરતા હોય એવી જગ્યા મળી પણ ત્યાં કોઈ ચકલી હતી જ નહિ પણ મને હતું કે જરૃર અહી આવસેજ તો રાહ જોવા લાગ્યો camera તૈયાર કરી ને. જેને પણ બનાવી હોય આ કહેવતો પણ આજે સાચી લાગવા લાગી કે “ધીરજ ના ફળ મીઠાં” ઓં ચકલી!! ના આતો ચકલો છે વાહ આખરે જોવા મળી ખરી તો મેં ફોટા ખેચીયા. થોડીવાર રાહ જોઈ તો મારી ખુસી વધવા લાગી ચકલી ની જોડી !!! એકદમ સુંદર બહુ વર્ષો પછી કોઈ છુટા પડી ગયેલા દોસ્તો મળે એ આનંદ થવા લાગ્યો, બસ જોયા જ કરું અવાજ “ચી ચી” સાંભળીય જ કરું.

IMG_20160320_102916543
થોડા ના થોડો વધુ વર્ષો પહેલા બચપણ માં અમારા ઘરની બારી ની બખોલ મજ એ માળો બનાવતી હતી, અખો દિવસ ચી ચી થયા કરે, અલગ અલગ ઝાડ ની ડાળિયો લાવ્યા કરે અને માળો બનાવે જોવામાં એકદમ સાદો જેવો માળો બને પછી અમે રાહ જોઈએ કે અંદર થી ક્યારે નાના નાના બચ્ચોના “ચી ચી” નો અવાજ  આવે, ચકી બેન ઘરે ના હોય તો એ સમય એ table ઉપર જડીને માળા માં જોયે કે આ વખતે કેટલા બચ્ચા છે. અંદર જોવો તો પીળા રંગ ની ચાંચ વાડી નાની ચકી બુમો પડતી હોય તો “મને ભૂખ લાગલી મને ખાયલા દે”, જોતજોતા માં તો નાની નાની ચકી ઉડવાની શીખતી જોવા મળે, ક્યારે ચકી બેન નાના બચ્ચા ને થોડું ઉડતા આવડે એટલે તે મૂકી ને જતી રહે તો અમે બધા દોસ્તો એ બચ્ચા ને અમારી પાસે રાખતા, મારા કાકા એ મસ્ત નાનું ઘર બનાવી આપ્યું હતું એમાં રાખતા થોડા દિવસ ખવડાવીએ અને રોજ ઉડતા શીખવીએ પણ યાર આ નાના બચ્ચા ની ચાંચ હોય નાની પણ વાગે હો ! એ દિવસો હતા અને અત્યારે માળા તો દુર ની વાત જોવા માટે પણ એને શોધવી પડે છે 😦 .

Chaki Ben

એમાં બધોજ એનો વાંક છે, આપને કસુજ નથી કર્યું, એને અનુકુલન સાંધવું જોઈએ, ભલે અમે radiation ફેલાવીએ કેમ કે આ પૃથ્વી તો ખાલી અને ખાલી અમારીજ છે અમે તો અમને ગમે એ કરવાના ચકી madam તું અનુકુલન કર, ડાર્વિન એ કીધું તને લાગે યાદ નથી. તે આટલા હજારો વર્ષો થી આ પૃથ્વી પણ જે મહેનત કરી અને ટકી રહી એ અમે નથી જોવાના, ચકી તને યાદ ના હોય તો કહી દવ કે તારા નજીક ના દોસ્તો Passenger pigeon તેવો ની સંખ્યા તો ગણાય નહિ એટલી હતી એ લોકો જયારે આકાશ માંથી જતા હોય તો સુરજ ના કિરણો કલાકો હા કલાકો ના કલાકો જોવાના મળે એટલા મોટા ઝુંડ હતા પણ અમે એ લોકો ને પણ એકદમ સાફ કરી દીધા તો તારી શું હિંમત કે અમારી સામે ટકી સકે.

તુજ કે ચકી તું હોય કે ના હોય અમને તારાથી શું ફાયદો થવાનો ? બોલ તારી પાસે કોઈ ફાયદાકારક વસ્તુ અમને આપવા માટે હોય તો બોલ તારા વિશે અમે વિચારીએ, બાકી અમારો mobile tower બહુ ઓછું radiation ફેલાવે છે એવું ખોટું કહેવાના અમને તો સારો ફાયદો કરાવે છે તારી પાસે છે કશું આપવા માટે તો બોલ અમે વિચારીએ? અમારી પ્રજાતિમાં તો એવી પણ વાતો ફેલાઈ છે કે ચકલી ને મારી ને એની ચટણી બનાવી ખાવા થી યૌન શક્તિ(પુરુષ તાકાત) વધે, યાર ચકી બેન કહેતા નથી તમારી પાસે આવી શક્તિ પણ છે જોરદાર. હા હું માનું છું કે ગાંડા ના ગામ ના હોય પણ અમારી પ્રજાતિ પોતાની જાતને મને છે આહારજાળ ના રાજા.
છેલ્લે હું તો એટલુજ કહું છું સંભાળી ને રહેજે જેથી અમારા બાળકો ને પણ ચકી બેન તને જોવાનો મોકો મળે, બાકી એમને તો પ્રાણીસંગ્રહાલય કે પછી એમાં પણ જોવા ની મળે. #Mariduniya #Marirakhadpatti #chakiben

Hu bhavik no Nokia 1100-હું ભાવિક નો Nokia ૧૧૦૦


Bhavik no Nokia 1100

Bhavik no Nokia 1100

હું ભાવિકનો Nokia ૧૧૦૦ થોડી તમારી ક્ષણો લઈ  મારી સરસ યાદોને તમારી સાથે તાજી કરવા માંગું છું, મને ઝાઝું યાદતો નથી કે મારી જરૂર કેમ પડી  પણ હોસ્ટેલમાં તે બીજે માળ રહેતો હતો અને જયારે પણ એની મમ્મીનો ફોન આવતો તો તેને નીચે ઉતારવામાં અને બોલાવવામાજ ખાસો સમય વહી જતો, તે સમયે મમ્મીએ તેના ભેગા કરેલા રૂપિયા આપી મને મંગાવેલો, ત્યારથી મારો અને ભાવિકનો સાથ બંધાઈ ગયો હતો

મને આજે પણ તે સમય યાદ છે જયારે હું નવો નવો હતો અને તે બહુ ખુસ થઇ ગયેલો ફોન જોઈ ને, નવી નવી Tones  માગી તેની ચોપડી પણ બનાવી બધા દોસ્તો ને આપી પણ હતી, ભલે આ સમય ને પસાર થાય ૭ વર્ષ થયા હોય મને તો હમણાનીજ વાત લાગે છે.
ભાવિકના દરેક પલની સાક્ષીમાં હું રહ્યોજ છું, એ કોઈને હેરાન કરી મસ્તી કરતો હોય, તેના પરિણામની ખુશી સાથેની બુમો મેં પણ મહેસુસ કરી છે,જયારે જયારે કોઈ એને ગંદી ખબર આપી દુખી કરતા ત્યારે તેની સાથે મેં પણ દુખ અનુભવેલું, તેના ગીતો, શાયરીઓ હાલ પણ યાદ આવી જાય છે પણ શું થાય 😦 મારા નસીબમાં હવે તે લાખીયું નથી મારા માટે તે હવે ભૂતકાળ થઇ ગયું, મારે તે ભૂતકાળ ફરી જીવવાની ઈચ્છા થાય છે.
મારા માટે તે સમય પણ બહુજ ખરાબ હતો જયારે મેં તેની આંખ માં બેવાર મારા ખોવાનો ડર જોયો હતો, પહેલીવાર જયારે તે હોસ્ટલેની અગાસીમાં ઉભો હતો તેના એક હાથમાં હું હતો નાલાયક કલાલ અચાનક આવી ધક્કો માર્યોતો હું નીચે પણ નીચે પડતા પડતા મારી નજરે મેં એમની આંખો નિહાળી હતી તેમાં સાફ દેખાતું હતું કે તેમનો જીવ તાવડે ચોંટી ગયો હતો, સદનસીબે હું બચી ગયો મને બહુ મોટું નુકશાન નહતું થયું, આ બનાવ પછી એમને મારી ખાસ દેખભાળ રાખવા લાગ્યા હતા જેમકે એક દોરી લાવેલા એનાથી મને બાંધી રાખતા તે પાછી કેવી! તમેને યાદ હસેજ landlineના wire હોયને તેવી તો દોરી લાવેલો ક્યાંક થી, એના કારણે તો બધાજ મને બહુ ખીજવતા કે એ landline લઈને ક્યાં ફરે છે, કેવું ગંદુ લાગતું.
બીજો કિસ્સો પણ મને બહુજવાર સાંભળવા મળ્યો છે કે હું એકવાર ખોવાઈ ગયો હતો તે, એ બસમાં બેઠા હતા ત્યારે કોઈનો call આવીયો તે થોડીવાર તેનું ધ્યાન જતું રહ્યું હતું તેવું લાગતું કોઈ વિચારમાં ગુમ થઇ ગયો હતો, મને ખિસ્સામાં પણ બરાબર ના મુકયો, થોડીજવાર પછી હું નીચે પડી ગયો પરંતુ તેમનું ધ્યાન બીજી ક્યાંક હતું અને ઉતારી પણ ગયા હું ત્યાજ રહી ગયો,પછી ખાસો સમય ગયો ત્યારે સીધો એમનો દુખી અવાજ સાંભળવા મળ્યો, હું તે સ્ત્રી નો ખુબ આભારી છું જેને મને મારા માલિકરૂપી  દોસ્તને પાછો આપી અમારો સાથ ફરી જોડવી દીધો, વચ્ચે ના સમયગાળામાં મને કેવી રીતે લેવા આવિયા એમાં એવું થયું કે તે જેવા નીચે ઉતારીયા થોડીવાર પછી અમેનો હાથ ખિસ્સા તરફ ગયો પણ તે ખાલી હતું, તે બસ પાછળ દોડિયા પણ તે ખાસી આગળ જતી રહી હતી, એ બીજી busમાં ચડી ગયા તે થોડી સિવિલ સુધી લઇ ગઈ ત્યાંથી એક રિક્ષાવાળો જોઈ ગયો તેને દોડતા અને તે બોલ્યો ચાલો બેસી જાવ હું ત્યાં પહોંચાડીશ પણ તમે સમજીને મને આપી દેજો, જોરદાર રિક્ષા ચલાવી અને filmy ઢબે બસની આગળ ઉભી રાખી દીધી મને તેમનો ગરીબ અવાજ સંભળાયો “મહેરબાની કરીને મારો mobile મલ્યો હોય તો આપી દોને”
હવે મને અને બીજાને પણ મારી ઉંમર દેખાવા લાગી હતી, થોડાજ મહિના પહેલા હું ખાસો બીમાર પડી ગયો હતો ત્યારે મને દવાખાને લઇ ગયેલા ખબર પડી કે મારા શરીર ની શક્તિ આપતું મારું અંગ (bettary ) જ બગડી ગઈ હતી, એમને એ અંગ જ નવું ખરીદી લીધું અને હું મસ્ત કામ કરતો થઇ ગયો, પરંતુ થાય શું!! શરીર સાથ આપતો  નહતું થોડાજ સમયમાં ફરી હું બીમાર પડયો આ વખતે અવાજ અને સાંભળવાની તકલીફ પડતી હતી, એમને ફરી મને સારો કર્યો પણ ઘરડા વ્યક્તિ ને લોકો કેટલું સાંચવે???
આતો મારી તરફ એમને ખુબજ લાગણી બંધાઈ ગઈ હતી એટલે મને છોડી નહતા શકતા, છેલ્લે તે સમય પણ આવીજ  ગયો હવે તો હું કામ કરતો જ બંધ થવા લાગ્યો હતો, એમને હિંમત હારી મારી જગ્યા પૂરવા બીજા ને લઈ આવ્યા હું પણ માનુંજ છું કે આતો થવાનુજ હતું, પણ હવે મારું આખું જીવન મસ્ત પસાર થયું પછી આવો અંત જોતા મારું દિલ કંપે છે, હું હાલ કોઈ અંધારી જગ્યા એ પડ્યો છું, અમુકવાર ભાવિક આવી મને હાથમાં પકડી જુના દિવસો યાદ કરી અને થોડીજવારમાં પાછો મૂકી દે છે, શું થાય, હું અહી મારવાની આશ લઇ ને હજુ પણ જીવી રહ્યો છું…
                                                                                          –ભાવિક નો Nokia ૧૧૦૦

Aav re varsad dhebario varsad uni uni rotali ne karela nu shak -mari duniya,mariduniya


Aav re varsad

Aav re varsad dhebario varsad

આવરે વરસાદ ઢેબરીઓં વરસાદ ઉની ઉની રોટલી અને કારેલાનું શાક(mari duniya,mariduniya)
-Aav re varsad dhebario varsad uni uni rotli ne karela nu shak
નિશાળમાં જયારે પણ હું નિબંધ લખતો ત્યારે આજ વાક્યથી શરૂઆત કરતો પણ એક મિનીટ અત્યારે તમે એવું ના વિચારતા કે હું અહી નિબંધ લખીશ પરંતુ હું તો અહી માત્ર વરસાદ સાથે સંકળાઈલી બચપણની યાદો ને ફરી જીવવાની ધેલછાથી તેની ભેગી કરવાનો પ્રયત્ન કરવા માગું છું(mari duniya,mariduniya).
જો થોડો વધુ વરસાદ પડેતો અમારી નિશાળની આસપાસ કમર સુધી આવી જાય એટલું પાણી ભરાઈ જતા, હું અમારા નાના બાળકોની કમરની વાત નથી કરતો દોસ્તો મોટા લોકોની વાત કરું છું. એટલે જેવો વરસાદ ઝડપી થતો અમારી બધાની મમ્મી અમને લેવા આવી જતી, હું તો પહેલાથીજ મારા દોસ્તને કહી દેતો કે જો તારી મમ્મી વહેલી આવેતો તું મને પણ લઇ જજે, અને એ પણ સામે શરત અચૂક કરતો કે જો તારી મમ્મી આવે તો તું મને લઇ જજે, કોઈ ગૃહિણી જેમ કેરોસીનની રાહ જોવે તેમ અમે પણ મમ્મીની રાહ જોતા બેસી રહેતા, વધુ વરસાદ પડે એટલે નિશાળમાં teacher કસુજ નવું ના ચલાવે આરામ હોય.
જેવા શાળામાંથી બહાર નીકળતા પાણીમાં છબછબીયા કરવાની ઈચ્છા થઇ જતી, પણ મમ્મી છત્રીમાં હાથ પકડીને લઇ જતી, જેવું ઘર નજીક આવે હાથ છોડાવી સીધાજ પાણીમાં કેમકે એ વખતે તો ખિસ્સામાં ભીંજાય જાય એવી કોઈ વસ્તુઓ જેમ કે mobile , MP3 Player કે ધડીયાળ કસુજ હોતું નહિ ખાલી ચડ્ડીના ખિસ્સામાં મમ્મી એ આપેલો સવાર નો એક રૂપિયોજ હોય, પણ અત્યારે આ બધી વસ્તુઓના કlરને વરસાદ મજા પૂરી માણી નથી શકાતી .
ઘરે પહોચતાજ નિશાળના કપડા ફટાફટ નિકાળી બીજી ચડ્ડી પહેરી લેતા તે સમયે ટુવાલથી બદલવા પડતા નહિ સીધાજ નીકળો અને બીજા પહેરી ભાગો અને કહેતો કે મમ્મી નાહવા જવું છું, વળી મમ્મી કહેતી કે જોજે પાણી ભરાયા છે ત્યાંના જતો પણ વાત સંભાળે જ કોણ, બહાર દોસ્તો રાહ જોતા હોય તેમના હાથમાં માલદડી વાળો કપડાનો દડો હોય અને થોડીવારમાં તો બધા દોસ્તો ભેગા થઇ કીચડમાં રમવાનું ચાલુ, પણ કાદવવાળો દડો જયારે વાગતો જોરદાર લાલ લાલ થઈ જતું, રમતા રમતા જ્યાં પાણી ભરાતું ત્યાં અમારી નિશાળ પાસે પહોચી જતા, ત્યાં જે મસ્તી ચાલુ થતી તે થોભવાનું નામ જ ના લેતી.

dhebariyo varsad

Dhebariyo varsad

બધા નાની નાની ચડ્ડીમાં હોય અને અને જેની રબ્બરવાળી હોય એવા દોસ્તો મરીજ જતા કેમ ?? કહું યાર જયારે પાણી માંથી કોઈ રિક્ષા કે ગાડી પસાર થતી તો જે મસ્ત લહેર બનતી બસ તેજ લહેર વખતે બધા મારામારી કોઈ ચડ્ડી ખેચે ને હું એવાજ સમયની રાહ જોવું જયારે કોઈની ચડ્ડી નીકળે ત્યાજ તેને દડો મારી છું થઇ જતો,  તે સમયે કોઈની નજરમાં ભલા કે અમુક ની નજરમાં બુરા માણસો ગટરોના ઢાકના ખોલી દેતા જેથી પાણી જલ્દી ઉતારી જતું, AMC વાળા આટલી આટલી અમને મદદ કરતા ત્યારે આવા આવા લોકો!!, જવાદો ને યાર!!
તો પણ હું દિલ થી AMC વાળા ને આભાર પ્રગટ કરું છું તેમના સમયસર ગટર સાફ ના કરવાને અમારી આવી સરસ સરસ યાદો વસાવવા બદલ.
પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તે પાણીમાં રમવાની મજા લુપ્ત થઇ ગઈ છે, કોઈક વાર ઓફીસથી આવતા ખાબોચિયામાં છબછબીયા કરીલવ છું, તે સમયે અમુક લોકો એવી રીતે મને નિહાળે કે હું જાણે કોઈ પાગલ ના હોવ, તેમને કોણ સમજાવા જશે કે આ થોડીવારમાં હું મારા બચપણના મસ્તીના સુંદર દિવસોને ઘડીભર માટે ફરી જીવવાનો પ્રયતન કરીલવ છું.

Mari Nani Bahen meri chhoti bahen (My little sister)-mari duniya,mariduniya-મારી દુનિયા


                     Mari nani bahenMy little sister
પ્રિય મારી નાની બહેન

લોકો ને gift (mari duniya,mariduniya,મારી દુનિયા)શું આપવી તે વિચારવું બધાજ માટે હંમેશ કઠીન હોય છે,અને gift ની કિંમત પર ક્યારેય નહિ જવાનું, હું તો એમ માનું છું કે જે વસ્તુમાં આપણે આપણો સમય પુરાવીયો હોય તે જો નાની હોય તો પણ અમુલ્ય બનીજ જાય છે કે, કેમ કે સમય પોતે બહુ અમુલ્ય હોય છે, તારા જન્મદિવસે આ વખતે શું આપવું તે વિચારમાં હું પણ થોડો સમય ફસાયો હતો પછી એક વિચાર આવીયો કે આપણી બાળપણ ની મસ્તી, મજાક અને સુખ દુઃખ ની દરેક તો નહિ પણ હાલ થોડી ક્ષણો ને એક જગ્યા પર ભેગી કરવાનો પ્રયત્ન કરું છું.

પપ્પા ઓફીસ થી આવતા દરરોજ નાસ્તો લાવતાજ યાદ છે ને ?? તને યાદ કરાવું છું કેમ કે ત્યારે તો તું ૫-૬ વર્ષ ની હતી, હવે કઠીન સમય ચાલુ થાય, કોનો ?? જે નાસ્તા ના બે ભાગ પાડે તેનો, કેવો પણ ભાગ પડે કોઈ ને તો અસંતોષ હોયજ તે સ્વાભાવિક છે તેમાં પણ અનેરો આનંદ સંતાયેલો હતો તે અત્યારે ખબર પડે છે, આપણા ઘરે પણ એવુજ થતું,એક દિવસ હું તો બીજા દિવસે તું મોઢું ફુલાવી ને બેસી જતા, પછી મમ્મી કહેતી થોડું આપી દેને બેટા તું તો મારો કે મારી સમજુ, આવું કોઈ દિવસ હોય તો ઠીક છે પણ રોજરોજ તો કોઈ પણ કંટાળે અને પપ્પા પણ કંટાળી ને નાસ્તોજ બંધ કરી દીધો હતો, કેહતા કે હું તમને પૈસા આપી દૈસ તમે જાતે લઇ આવજો.પપ્પા ને કહેજે ફરી નાસ્તો ચાલુ કરે હવે અમે નથી લડીએ, હવે તું વધુંલે ને , તે કેમ ઓછું લીધું તેવા શબ્દો આવશે, તારે નાસ્તો કરવો ને ?

જેના પણ ઘરે નાની બહેન હોય અને જો તમે તેને હેરાન કરતા હોય તો તેના “નખ નો સ્વાદ” જરૂર ચાખવા માલીયોજ હોય, હા હવે મેં તો તારા નખ નો સ્વાદ બહુ ચાખેલો, કેટલા ખતરનાક રીતે નખ મારતી હતી હજુ પણ અમુકવાર મરેજ છે. ચલ એક યાદ ફરી તાજી કરીએ. મેં તને કઈ રીતે હેરાન કરેલી તેતો યાદ નથી પણ તે મને જોરદાર નખ મરેલા વો ઘાવ તો મેં અભી નહિ ભૂલા, ત્યારે મેં તને કીધું હતું, જોજે સવારે તારા નખ “ગીલી ગીલી છુમંતર”કરી નાખીસ, સવારે મેં તારા થોડા નખ, માફ કરે થોડા નહી ઘણા બધા નખ કાપી નાખેલા, અને પછી તારો જે ગુસ્સો હતો , હું એકદમ ચુપ, મારી બોલાતીજ બંધ થઇ ગયેલી, મારી પાસે સ્વબચાવ ના શબ્દો જ ખૂટી પડેલા પણ મને મજા બહુ આવેલી હાસ ચાલો હવે થોડા દિવસ માટે પીડાથી તો બચીયા(mari duniya,mariduniya,મારી દુનિયા).

આપણા જીવન માં અમુક ક્ષણો છે જો તે આવીજ ના હોત તો ખબર નહિ આપણે ઘણું શીખવામાં પાછળ રહીજ જાત, ખબર પડી પાગલ હું કઈ ક્ષણો ની વાત કરું છું ?? ચાલો તો તે દિવસો ને પણ ફરી યાદ કરીએ, તે સમય એ કઈ વાત ની ઝગડો હતો તેતો ખબર નથી મેંજ તને હેરાન કરી હશે તેતો પાકું, પણ તે કીધું કે તું મને બહુ હેરાન કરે છે હું તારી સાથે નહિ બોલું, અને તે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું, મને તો એમજ કે આવું તો રોજ મસ્તી થાય છે તે પછી પાછા ભેગા પણ થઇ જઈએ છીએ પણ આવખતે એવું ના થયું, હું તો વિચારમાં પડી ગયો હું રોજ પ્રયત્ન કરતો પણ તું બોલતીજ નહિ , એમ કરતા કરતા ઘણા દિવસો પસાર થઇ ગયા, મને તો તારી સાથે મસ્તી વગર ચાલતુજ નહિ, તારા વગર મારી મસ્તી મારામારી ગુમ થઇ ગયેલી..
એવામાં “બા બહુ બેબી” સીરીયલ માં સુબોધ અને પ્રવીણ વચ્ચે ઝગડો થયો તે ભાગ આવેલો, તે બંને ને જેમ ભાવુક થતા જોવું તે ૧ કલાક મુશ્કેલ થી પસાર થતો, અમુકવાર તો એવું થતું કે સામે જવું અને બોલું “મારી બેન આ મારા હાથ માં મહેરબાની કરી ને નખ મારને અત્યારે તેની પણ બહુજ યાદ આવે છે”, પણ આપણે જે વિચારીએ એવું થોડી થાય છે, પ્રભુ એ અમને શીખવાડવું હશે કે વિયોગ પછી જે યોગ આવે તે કેવો અદભુત હોય, એટલેજ કહેવાતું હશેકે સંસાર માં થોડા મીઠા ઝગડા થવાજ જોઈએ પણ યાદ રાખવું તે મીઠા અને બહુજ ટૂંકા સમય માટે હોવા જોઈયે

જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ ફરી તું બોલવા લાગી, જયારે પણ આપણા પોતાના પર કોઈ આફત આવી ચડે ત્યારે મોટા ભાગે દરેક લોકો બધુજ ભૂલી દુઃખ માં સાથ આપવાનું ચુકતા નથી બસ તેજ સમય થી મારી દુનિયા મને ફરી મળી ગયેલી, બહુ ઓછા છે જે મને થોડો સમજે છે તેમાં તારો અચૂક અને અવિભાજ્ય સમાવેશ થાયજ.
હવે જો હું વધુ લખીસ તો પછી તું થાકી જવાની વાંચતા વાંચતા, પ્રભુ ને એવીજ પ્રાથના કરું છું કે દરેક ભવ માં તારા જેવી નથી તુજ મારી બહેન બને, જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ, મારી નાની બહેન પ્રભુ ને પ્રાથના કે તારી દિલ ની દરેક ઈચ્છો પૂરી થઇ જાય તેના સાથે વિરમું છું.
-ભાવિક એન. દત્ત

AA PAN MARU AMDAVAD, KE AAPNU AMDAVAD ??-mariduniya-મારી દુનિયા-mariduniya


ahmedabad amts bheed bhad

Ahmedabad AMS Bheed Bhad

“આ પણ મારું અમદાવાદ કે આપણું અમદાવાદ “

દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ આપણા અમદાવાદ ની પણ બે બાજુ હોવી સ્વાભાવિક છે (mariduniya-મારી દુનિયા-mariduniya).
મારું અમદાવાદ ભાગ-૧ (aapnu amdavad)માં અમદાવાદ વિશે સારી વાતો લખી પણ મારા અમુક દોસ્તો કહે છે કે હું અમદાવાદ નો છું એટલે તેની હમેશા પ્રશંસા જ કરું છું, એવું નથી દોસ્તો હું પણ જાણું છું, તો આજે વાત કરીએ અમદાવાદની બીજી બાજુ ની.
=>AMTS માં તો ખાસા લોકો આવનજાવન કરે છે, પણ તેમને સમયસર ઓફીસ માં પોહ્ચવા ૧ કલાક વહેલા નીકળવું પડે છે, કેમ ?? bus તેની મરજીની માલિક છે.
=>અમદાવાદ (apana amdavad)માં પ્રદૂષણ વધી રહ્યું છે તે અટકવા “વૃક્ષા રોપણ ” જેવા કાર્યક્રમો થાય છે, પણ પછી શું ??  વૃક્ષા રોપણ કરી દીધું એટલે  કામ પતી ગયું?? થોડાજ દિવસોમાં તે વૃક્ષો ની હાલત એટલી ખરાબ થઇ ગઈ હોય છે કે તેને ઢોરો પણ ખોરાક બનાવી શકતા નથી(mariduniya-મારી દુનિયા-mariduniya).
ahmedabad_cow_in_the_road

Traffic creator

=>ઢોરોની વાત નીકાળીજ છે તો ટ્રાફિક ની સમસ્યા દુર કરવા ધણા પ્રયત્નો થાય છે પરંતુ આ ઢોરો નું કશુજ થતું નથી તે ટ્રાફિક માં તેમનો ભાગ ભજવેજ છે, શું થાય આ પણ મારું જ અમદાવાદ છે.
=>અમદાવાદ નું ઈતિહાસ માં સારું એવું નામ છે પરંતુ તેની માવજત ?? ભગવાન ભરોસે ચાલે છે, અમુક ને તો વિસરી જવાઈ છે, ઉ.દા દાંડીયાત્રા વિષે બધા જાણતાજ હશે પણ અત્યારે તેજ દંડીપુલ ની કેવી હાલત છે તે નજરે નિહાળો તો ખબર પડે. શું થાય ભાઈ આ પણ અમદાવાદ (aapnu amdavad)જ છે.
=>અમારા ત્યાં જયારે નવું બસ સ્ટેન્ડ બનાવેલું ત્યારે તેમાં રેડીઓ મિર્ચી મુકેલું કેટલું સરસ મનોરંજ પીરસાતું હતું પણ અમુક અસામાજિક તત્વો ને તે પસંદ ના પડયું અને ચોરી કરી લઈગયા.
chain ચોરો નું તો અમદાવાદ છેલ્લા કેટલાય વર્ષો થી ઘર બની ગયું છે, તેમને તો બિન્દાસ જલસા પડી ગયા છે અહી.
save-girl-child

save-girl-child

=>મેગા સીટી કહેવયા છે, લોકો પણ ભણેલા ગણેલા હોય એવું મનાય છે પણ તેમના વિચારો માતો આવું દેખાતું નથી,સ્ત્રીભ્રુણ હત્યા ની વાત કરું છું, હજુ પણ છોકરી જાત પ્રત્યે અણગમો દેખાય આવે છે જયારે માહિતી મળે કે અમદાવાદ માં સ્ત્રીઓં નું પ્રમાણ નાના શહેર કરતા પણ પણ ઓછું છે.
કહેવાય છે કે સ્ત્રીઓ પુરુષ સમોવડી થઇ ગઈ છે પણ અમદાવાદ માં તે પોતાનો હક માંગવામાં પણ પાછળ છે જેમ કે AMTS માં તેમના માટે seat આરક્ષિત હોય છે તો પણ  મેં ક્યારે જોયું નથી કે તેઓ હક થી પોતાની જગ્યા માંગે.
દોસ્તો હું તમને કોઈ સલાહ નથી આપવાનો પણ આજે હું તેવા દરેક દોસ્તો ને આભાર પ્રગટ કરું છું જે આ તકલીફો ને દુર કરવા તેમનાથી થાય એટલું કરી છૂટે છે.
=>જેમ કે અમુક મિત્રો પોતાની society માં AMC ની વીજળી ના થાંભલા બંધ હોય તો બધા ની જેમ બુમો પડવાને બદલે જાતેજ તે થાંભલાનો નંબર લઇ અરજી કરી ફરી ચાલુ કરાવે છે.
રસ્તામાં ગટર ઉભરાઈ હોય તો કોઈ બીજો અરજી કરે તેની રાહ નથી જોતા પોતાની ફરજ સમજી તે કામ જાતે કરે છે.
હું એવા દરેક મિત્રો ને સલામ કરું છું જે પોતાની પત્ની ને એવું કહેવાની હિંમત કરી સકે છે કે આપને ૨ બાળકો કરીશું અને જો પહેલી છોકરી હશે તો પણ બીજી વખતે આપણે ભ્રુણ પરીક્ષણ નહિજ કરાવીએ.
અમુક દોસ્તો વૃક્ષારોપણ માં ભાગ તો નથી લઇ સકતા પણ પોતાના ઘરે કે society માં એક વૃક્ષ વાવી તેની સારી માવજત લે છે તે દરેક ને મારા સલામ.
ચાલો દોસ્તો આપના અમદાવાદ(aapnu amdavad) ને આમજ મદદ કરતા રહેજો…

Dakor Pagpada Sangha Amdavad Thi Dakor Pagpala Sangh Dakor Temple-dakor mandir


Dakor Temple Pagpala sangh

ચાલો ડાકોર પગપાળા સંઘ

“ડાકોર જતા દરેક ભાવિક ભક્તો ને હાર્દિક સ્વાગત છે(dakor mandir,Dakor Temple)”
આવા બોર્ડ જ્યારે ફાગણ સુદ પૂનમ આવાની હોય ત્યારે અમદાવાદ થી ડાકોર ના રસ્તે થોડા થોડા અંતરે દ્રષ્ટીગોચર થતા હોય છે. નરી આંખે નિહાળીએ તો જ પૂરી ખબર પડે કે શ્રદ્ધાળુ કેવી રીતે કાનુડા ના દર્શન કરવા જાય, અમુક ની તો હાલત ખુબજ દયનીય હોય છે તો પણ હિંમત રાખી ચાલવાનું ચાલુજ રાખે છે.
મારી પણ એકવાર આવી ખરાબ હતાલ થઇ ગઈ હતી, આપણે  પહેલા અમદાવાદ થી ડાકોર નો રસ્તો જાણી લઈએ.
હાથીજણ – મહેમદાવાદ -કનીજ -મહુધા – અલીણા – ડાકોર(dakor  mandir,Dakor Temple)
આ મુખ્ય સ્થળો કીધા, ૮૦ + કિમી નું અંતર છે.
મારી હાલત મહુધા બગડેલી, ઉલટી અને પેટમાં ગડબડ, મારા થી ચલાતુજ  નહતું છેલ્લે મેં પાપા ને કીધું “બસ માં બેસી ને જવું પડશે પાપા નથી ચાલતું” તે વખતે હું પહેલી વાર ગયેલો અને તેના પછી હું ૩ વાર આખું ડાકોર સ્વસ્થ ચાલી ને આવીયો હતો, હા દોસ્તો થાક તો જોરદાર લાગે છે.
હા મારા અમુક દોસ્તો અત્યારે વાંચતા એવું વિચારતા હશે કે પ્રભુ તો આપણે ચાલીને દર્શન કરવા આવુંનું  ક્યારે પણ કહેતો નથી તો લોકો કેમ કષ્ટ વેઠી ને જાય છે? હું તો એટલુજ માનું છું કે આપણો તે વિષય જ નથી, આ તો  શ્રદ્ધાનો વિષય છે, અને જ્યાં સુધી  શ્રદ્ધા અંધશ્રદ્ધા માં રૂપાંતર થાય અને તેના કારણે કોઈને તકલીફ પડે ત્યારે આપણે કસું  કહી શકીએ, હા અત્યારે શ્રદ્ધા અંધશ્રદ્ધા મુદ્દો છોડી રણછોડરાય ની ભક્તિ ની વાત કરીએ.
શરૂઆત ના ૩૦- ૩૫ કિમી તો સારી રીતે નીકળી જાય પણ પછી જેવા રાત્રે આરામ કરીને ઉભા થઇએ ત્યારે સખત પગ જકડાય જતા હોય છે, પણ જે આખી રાત ભક્તો નો મધુર નાદ સંભળાય છે તે બહુજ ભાવવિભોર કરી દે.
“મંદિર માં કોણ છે ? રાજા રણછોડ છે.”
“હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી”
“જય રણછોડ, માખણચોર”
આવા સુંદર નાદ સાંભળતા ક્યાં ઊંઘ આવી જાય તે ખબર ના પડે જયારે આંખો ખુલે ત્યારે પણ
” આ કાકા બોલે, જય રણછોડ”,
“આ ઝાડ બોલે, જય રણછોડ”,
“પેલો પથ્થર બોલે. જય રણછોડ”
આવું બહુ લોકો બોલતા બોલતા ચાલીયજ જતા હોય છે.
થાકેલા લોકોની સેવા માં ઘણી સેવાભાવી સંસ્થા કામે લાગી હોય છે, તે પગ માલીસ, અમુક ને બહુ ફોલ્લા પડિયા હોયતો તેને પટ્ટો બાંધીયાપે છે,
દરેક કેમ્પ વાળા જબરદસ્તી તમને પ્રસાદ આપીનેજ આગળ જવા દેશે.
My Father at Dokor Temple

My Father at Dokor Temple

હવે થોડું અંતર બાકી હોય ત્યારે દરેક માં પ્રભુ ના દર્શન જલ્દી કરવાની ધેલસા જાગી જાય છે, ડાકોર આવી ગયું એટલે થાક ઉતારવા માટે “રાધા કુંડ” નજરે પડે બધાનું માનવું છે કે તેમાં પગ ધોવા થી થાક દુર થાય તે તમે જાતે અનુભવ કરો તોજ કહી શકો, હું કસું કહીસ તો તમે થોડી માનવાના. દોસ્તો UFO જેવુજ જે જોવે તે માને(Dakor Pagpada Sangha).
હવે ખતરનાક ભીડ જોવા મળે છે, એક ધક્કા માં મંદિર માં અને બીજા ધક્કા માં દર્શન કરી ને  બહાર,પણ સમય કરતા સ્થળ નું મહત્વ દરેક ના હ્રદય માં વધુ દેખાય આવે છે. વીરમું છું, બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી … બોલો દોસ્તો બોલો  શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી….જય જય

Janm Divas Ni Ujavani Birthday Celebration Ahmedabad -Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt


Bhavik Birhtday

Birhtday celebration 2010

મોટા ભાગ ના દરેક લોકે ને પોતાનો જન્મ દિવસ બહુજ ગમતો હોય છે(Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt), હા હું માણું છું કે આમાં જરૂર  અપવાદ હસેજ,  તો  તેઓ ને તેમની girl friend નો કે wife નો  જન્મ દિવસ ગમતો હશે, મજાક કરું છું યાર, અમુક ને તો આ દિવસ બહુ ખર્ચાળ લાગતો હશે, હું તો  માણું છું કે આજ  દિવસ આપના પ્રિયજનો ને ખુશ કરવાનો મસ્ત દિવસ છે.

અમુક Birthday આપને ક્યારે પણ વિસરી શકતા નથી જેમ કે  બચપણ માં મમ્મી-પાપા એ થોડા થોડા રૂપિયા ભેગા કરી અપાવેલી વસ્તુઓ, દોસ્તો સાથે અલગ અલગ જગ્યા એ ઉજવણી કે પછી wife કે girl friend સાથે  life  માં પહેલી વાર જન્મ દિવસ ની ઉજવણી, યાદ આવી ગયો કે શું?? ચાલો દોસ્તો હવે તમે તમારા ભૂતકાળ માંથી બહાર આવી જાવ, હું(Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt) તમને મારા ભૂતકાળ માં લઇ જાવ છું(Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt).
ધોરણ ૭ માં રીસેસ પછી જેવો હું class માં ગયો તેવાજ બધા દોસ્તો શાંત પડી ગયા પણ મેં gift શબ્દ સાંભળેલો, મને લાગ્યું કે આ નાલાયકો કસું તો કરવાના, થોડા દિવસ પહેલા જ મેં પાપા ને કહ્યું હતું કે મારે આ જન્મ દિવસે game લાવી છે, મારા બધા દોસ્તો  પાસે છે ખાલી મારી પાસે જ નથી તો મને પણ લાવીજ આપો, આમ બચપણ માં તો બધાજ બાળકો દેખા દેખીમાં વસ્તુ ઓં લાવતા હોય છે, તે સમજયા પણ અત્યારે લોકો મોટા થાય તો પણ દેખાદેખી કરે જ છે, બસ ખાલી તેના પ્રકાર બદલાઈ ગયા છે , પણ હું તો એવું માણું છું કે જ્યાં સુધી વસ્તુ ની જરૂરીયાત હોય તેના વગર ના ચાલી શકે એવું હોય તો  ત્યાં લાગી નવી વસ્તુ ના લાવું, પણ  આતો ખાલી મારો  વિચાર છે. ભારત માં દરેક ને વિચારવાની છૂટ આપી એટલે જલસા.
bhavik dutt birthday celebration

cake thi rangayelo

એક દિવસ પહેલાજ હું game લેતો આવેલો મને યાદ છે, તેમાં “૯ ઇન ૧” રમતો હતી, અને યાદ હોયજ  ને,  કેમ કે તે મારી પહેલી game હતી, દરેક પહેલુ વસ્તુ જીવન માં સહેલાઈ થી  ભુલાતી જ નથી, ભલે લોકો કેટલા પણ ગપ્પા મારે કે હું ભૂલી ગયો પણ માનસ નું દિમાગ એવી રીતે પ્રભુ એ બનાવિયું છે કે ક્યારેકતો યાદ આવીજ જાય, મને તે games બહુજ ગમી, એટલી ગમી કે રમી રમી ને તેના બટન બગડી ગયેલા, ઈટો તોડવાની, ગાડી વાડી, બિલ્ડીંગ બનવાની, વિમાન ની રમત મને બહુજ ગમી, મારા દોસ્તો પણ મારા માટે game લાવેલા મારા કરતા વધુ રમતો હતી મને યાદ છે “૯૯૯ ઇન ૧”  પણ મેં લેવાની ના પડી કીધું કે મારી પાસે તો game આવી ગઈ છે, હું(bhavik) કાલેજ લાવિયો, તે ખરેખર બહુજ વાહિયાત જવાબ હતો, તે સમયે મને થોડી ખબ પડે કે કોઈ gift આપે તે વસ્તુ માં સામેવાળા ની લાગણી છુપાયેલી હોય છે, તે વસ્તુ  પાછળ તેનો કીમતી સમય નીકળેલો હોય છે તો તે કોઈ પણ વસ્તુ કેમ ના હોય તે દરેક અમુલ્ય બનીજ જાય છે, એટલેતો આજ દિવસ સુધી તે દરેક વસ્તુ મારા સુંદર દિવસો ની શાક્ષી પૂરે છે. રાત્રે તે બધા મારા મારા ઘરે આવી ને gift આપી ગયેલા ત્યારે મારા મમ્મી પાપા એ આ શબ્દો કીધેલા જે મેં જીવન માં ઉતારી લીધા છે(Bhavik Dutt-ભાવિક દત્ત-Bhavik Datt),
મેં અત્યાર સુધી જીવન માં ક્યારે પણ cake કાપેલું નહતું અને ગયા વર્ષે જ મને એક સાથે દિવસ માં બેવાર cake કાપવાનો લહાવો મળીયો, અહીજ પૂરું નથી થતું મારી sister એ ઘરે ગયો ત્યારે રસગુલ્લા ની party કરાવેલી, ખરેખર તે એક ભવ્ય જન્મ દિવસ હતો

My name is Chaddi

ધોરણ ૮ માં બજાર માં નવી નવી air gun આવેલી અને મારે તે લાવીજ હતી પણ ઘરવાળા કહેતા કે તું કોઈ ને મારી ને આવીશ એટલે તને તે નહિજ અપાવીએ, તો હું ભહુ ઉદાસ થઇ ગયેલો ૨ દિવસ પડી રહ્યો અને ૩જા દિવસે gun  અપાવી દીધી, બચપણ ની તે ભોળી જીદ અને અત્યાર ની જીદ માં કેટલો તફાવત પડી જાય છે, તે gun અને game મારી પાસે સુંદર યાદ ના ભાગરૂપે પડીજ છે, જોકે તે બંને બગડી ગઈ છે તો પણ મને તે હજુ બહુ ગમે છે.

DAY-II IndiaNIC Tour 2010 GO GOA OR JAI GOA(mari duniya,meri duniya)


DAY-II IndiaNIC Tour 2010 GOA JYA GOAવધુ photograph(mariduniya-મારી દુનિયા-mariduniya) માટેBhavik Image Gallery

પહેલા દિવસનો થાક અને સોમરસના કારણે મોટાભાગના દરેક લોકોની સવાર થોડી જલ્દી પડી ગઈ તેવું લાગતું હતું, ખાતાપીતા ૧૧ વાગી ગયા અને હોટેલવાળા ૨ વાગે ફરવા લઇજવાના હતા તેના કારણે બધાજ દોસ્તો બીજો કોઈ પ્લાન બનાવતા પણ નહતા તેમજ મહત્વનો સમય વહી ગયો તેનો જો અમે ઉપયોગ કર્યો હોત તો candolim જેવા બીજા સ્થળો રહી ગયા તે ફરી લીધા હોત.

છેલ્લે બીજા દિવસની શરૂઆત તો થઇ સેન્ટ ઝેવિયર્સના ચર્ચથી, હા તમે વિચારો છો તેજ , અમદાવાદ (mariduniya-મારી દુનિયા-mariduniya) માં પણ તેમના નામની નિશાળો ચાલે છે તેજ, ખાસ્સો વિશાળ હતો, દિવાળીમાં આપણા મંદિરમાં જેવી જાહોજલાલી થાય તેવીજ અત્યારે ત્યાં જોવા મળતી હતી, હું બહુ વર્ષ પછી ચર્ચમાં ગયો અને તે પાછો તેમની દિવાળીના સમયે, મનાલને નારિયેળ પાણી પીવાની ઇચ્છા થઇ ગઈ, પણ ૨૦ રૂપિયા અમદાવાદ કરતા પણ મોઘું હતું ,રાકેશ ની લાવારી વધવા લાગી હતી અને ભાવિન તેના જમાના હાથ ની જેમ તેનો સાથ આપતો હતો, મનાલ ને ટ્વિન્કલ ટ્વિન્કલ ગવડાવેલું પણ હું આ બધા વાતાવરથી અલિપ્ત હતો, બધા ને તો એવુજ થતું હશે કે રાકેશ એ બહુ પીધી હતી પણ તેના દોસ્તોને તો ખબરજ હતી કે તે સારો actor છે.

Cruise પર બેસવાનો ખાસ્સો ઉત્સાહ હતો અને ત્યાનું વાતાવરણ જોઈ જળવાઈ પણ રહ્યો, જેવા તેમાં બેસ્યો તો બહુ મજાના આવી, હા ત્યાં dance સારો કરતા હતા લોકો, પણ તેવામાં બધા છોકરાઓને બોલાવીયા, ખાસ્સી ભીડ હતી થોડું નાચી હું નીચે ઉતારી ગયો, જો હું નીચેના ઉતારીયો હોત તો મોકો હાથમાં થી વહી જાત કેમ કે બહાર નો નજરો આના કરતા પણ ખુબજ સુંદર હતો, અંધારામાં fort aguda અને jail દેખાતી હતી જ્યાં અમે આવતી કાલે જવાના હતા, તેના વિશે પછી કહું, મારી નજીકથી બીજી cruise જતી જોવી તેતો એક ખરેખર લહાવોજ હતો, હવે મને સમજ પડી કે તે સમયે હું અંદર બેસેલો એટલે બહારનો નજરો દેખાતો નહતો અને ગમતું નહતું  પણ અત્યારે સરસ લાગતું હતું  તેવામાં અમને બધા ને પાછા બેસાડી દીધા.

મારે આ દિવસ નો અંત દરિયા કિનારે કરવો હતો, રાત્રે ક્યારે હું દરિયા કિનારા પાસે બેસ્યો નહતો તો બેસવું હતું, પણ બધા માનતા નહતા, છેલ્લે મનાલ અને શાહરૂખ માન્યા, દરિયાનું આવું રૂપ મેં ક્યારે જોયું નહતું, ચારેકોર નીરવ શાંતિ હતી, આસપાસ બધા દારૂ પિતા હતા, દરિયામાં મોજાનો અવાજ સ્પષ્ટ સાંભળી સકાતો હતો, અને લહરો એ પણ જાણે અલગ છટા ધારણ કરેલી હતી એવું લાગુ હતું, ખરેખર ખુબજ નયનરમ્ય (mariduniya-મારી દુનિયા-mariduniya) હતું, જ્યાં સુધી ફરી આવું દ્રશ્યના જોવું ત્યાં લાગી આ દિમાગ માં કંડારેલું રહેશે તેતો પાકું છે. બીજા દિવસની પુર્ણાહુતી ત્યાજ કરી, પણ તેના કરતા પણ જોરદાર દિવસ અમારી રાહ જોતો ઉભો હતો તો સવાર ની રાહ જોઈએ દોસ્તો . ભાગ-3 .