સલીમ અલી sir ના જન્મદિવસે આપણે બધાને અમદાવાદની એક નવી જગ્યા લઈજવ, મારા મતે પ્રમાણે આ જગ્યા “મોર નું અભિયારણ” છે. આ જગ્યા શાહીબાગમાં હાજીપુરા બગીચાની પાસે Musa Suhag Dargah આવી છે, ચારેકોર નિરવ શાંતિ એવું લગેજ નહિ કે તમે અમદાવાદમાં છો, આ અનુકૂળ વાતાવરણના કારણે પંખીઓ ખાસ કરી ને મોર ની સંખ્યા ઝાઝી જોવા મળે છે.
એવું નથી કે અહીં લોકો આવતાજ નથી પણ થોડા આવે પોતાના લોકોને યાદ કરી ને જાય એ પહેલા પાણી અચૂક ભરે ચારેબાજુ, જેથી કરીને પંખીઓ ને દૂર પાણી શોધવું ના પડે. અહીં પંખીઓ ને જોઈતી દરેક વસ્તુ અહીં મળે છે એકાંત, ખાવાનું, પીવાનું અને સુરક્ષા + સફાઈ એકદમ મફ્ત તો એમને ગંદી વસ્તુઓ ખાવી ના પડે.
હા સમજુ છું કે અમુક લોકોને અહીં આવતા ડર પણ લાગે પણ અહીં ડરવા જેવી વાત નથી ઉપરથી તમે ખુશ થઇ જશો એ પાક્કુ. મોર ના ઈંડા વધુ વજનદાર હોવાથી જમીન પર મુકવાજ પડે તો એના માટે આ જગ્યા એક અભિયારણ સમાન બની છે. આપણે અહીં મોરના નાના બચ્ચાં ફરતા દેખાય એ માજા માણી શકીએ કે પછી મોર ઢેલ ને કેવી રિઝાવે છે એ જોવા મળે જેમ માણસ પોતાના રૂપિયા,વસ્તુઓ, વિચારો કે બુદ્ધિ થી રિઝાવે એવીજ રીતે આ ભાઈ મસ્ત પોતાના લાંબા પીંછા બતાવી મીઠો અવાજ કરી ને ઢેલ ને ખુશ કરે. હું એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે ઢેલ મોર ના આંશુ પી ને ઈંડા મૂકે એ તો એકદમ વાહિયાત માન્યતા છે આ બંને પણ બીજા બધા પંખી જેમજ એકદમ normal છે કોઈજ જાદુ નથી કરતા :-). વધુમાં અહીં મોટો સોનેરી લક્કડખોદ(Greater Flameback) જોવા મળ્યો અને આજુબાજુ ફરતા નાના નાના નોળીયા(Mongoose) એની માં સાથે મસ્તી કરતા હૉય આવું બધુજ કોઈ એક જગ્યા મળી રહે તો કેમ આપણે અહીં ના આવીયે ? બોલો દોસ્ત એકવાર અહીં આવશોને ? (Peacock Sanctuary Ahmedabad, Prakruti Parichay, Amdavadni Zankhi )